Panchmahal/ ગૌચર જમીનમાં ખોટી નોંધ મામલે 8 યુવાનોનો આત્મ વિલોપનનો પ્રયાસ, પોલીસે કરી એટકાયત

પંચમહાલ જિલ્લાની શહેરા મામલતદાર કચેરીમાં ગૌચર જમીનમાં પાડેલી ખોટી નોંધોને રદ કરવાની માંગ સાથે વલ્લભપુર ગામના ૮ યુવાને શહેરા તાલુકા સેવાસદન ખાતે સામુહિક

Gujarat Others
panchal.JPG2 1 ગૌચર જમીનમાં ખોટી નોંધ મામલે 8 યુવાનોનો આત્મ વિલોપનનો પ્રયાસ, પોલીસે કરી એટકાયત

પંચમહાલ જિલ્લાની શહેરા મામલતદાર કચેરીમાં ગૌચર જમીનમાં પાડેલી ખોટી નોંધોને રદ કરવાની માંગ સાથે વલ્લભપુર ગામના ૮ યુવાને શહેરા તાલુકા સેવાસદન ખાતે સામુહિક આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો. યુવાનોએ ખોટી નોંધો રદ કરવા તંત્રને લેખિતમાં રજૂઆતો કરી હતી, પરંતુ કોઇ ઉલેક આવ્યો નહોવાનાં કારણે જેના કારણે આ મામલો ગરમાયો હતો. જોકે, ત્યાં પહેલેથી જ હાજર પોલીસે તમામ આઠેય યુવાનોને આત્મવિલોપન કરતાં રોક્યા હતા.

panchal ગૌચર જમીનમાં ખોટી નોંધ મામલે 8 યુવાનોનો આત્મ વિલોપનનો પ્રયાસ, પોલીસે કરી એટકાયત

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલનાં વલ્લભપુર ગામે આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ કાયમ માટે રદ થાય તે માટે ગામના જાગૃત નાગરિકોએ ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. લીઝમાં ખોદકામની માપણી કરીને ખાણ ખનીજ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા નાગરિકો રાખી રહ્યા હતા.આ ગામના યુવાન જશવંતસિંહ સોલંકી , ગજેન્દ્રસિંહ સોલંકી , મુકેશભાઈ નાયક , અરવિંદભાઈ , યુવરાજસિંહ સોલંકી અને જશવંતસિંહ સોલંકીએ મામલતદાર કચેરી ખાતે ખોટી રીતે એક પાકી અને બે કાચી નોંધ પાડી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ નોંધ રદ્દ કરવા માટે પ્રાંત કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે મામલતદાર કચેરી ખાતે ગૌચર જમીનમાં પાડેલી કુલ ત્રણ નોંધ રદ્દ નહીં કરવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

panchal.JPG1 ગૌચર જમીનમાં ખોટી નોંધ મામલે 8 યુવાનોનો આત્મ વિલોપનનો પ્રયાસ, પોલીસે કરી એટકાયત

 વલ્લભપુર ગામના ૮ જેટલા યુવાનો ગેરકાયદે લીઝની જમીનમાં પાડેલી ખોટી નોધ રદ્દ કરવાની માંગ સાથે પેટ્રોલ લઈને આત્મવિલોપન કરવા માટે શહેરા તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જો કે શહેરા તાલુકા સેવાસદન ખાતે પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . જેથી પોલીસે યુવાનો પાસેથી પેટ્રોલની બોટલ છીનવી લઈને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને પોલીસે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરા તાલુકા સેવાસદનની કામગીરી આજે બંધ રહી હતી. ૮ યુવાનો આત્મવિલોપન કરવા જવાના હોવાથી શહેરા તાલુકા સેવાસદનની કામગીરી આજે બંધ રહી હતી. જેથી અરજદારોને પ્રવેશ ન મળતા પરત ફર્યા હતા. અને તાલુકા સેવાસદન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…