AMC/ મ્યુનિ.ના સત્તાવાળાઓ અને અધિકારીઓ કોનાથી ડરે છે ? પાસ પ્રથાની જરૂર છે ?

મ્યુનિ.ની મુખ્ય અને ઝોનલ કચેરીઓમાં પ્રવેશ ઇચ્છ્તા નાગરિકોને તેમનું આઈડેન્ટીટી કાર્ડ બતાવીને પાસ લેવો પડે છે. આ પ્રથા પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે.  હવે આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવી હોવાથી ફરી વિવાદ શરૂ થયો છે.

Top Stories Ahmedabad Gujarat
સિક્યુરિટી મ્યુનિ.ની મુખ્ય અને ઝોનલ કચેરીઓમાં પ્રવેશ ઇચ્છ્તા નાગરિકોને તેમનું આઈડેન્ટીટી કાર્ડ બતાવી ને પાસ લેવો પડે છે. આ પ્રથા પા

@પ્રફુલ્લ ત્રિવેદી 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ અને અધિકારીઓને કોનો ડર છે તે સમજી શકાતું નથી. સિક્યુરિટી અને બાઉન્સરો પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં કાર્યાલયમાં કામ લઈને આવતાં નાગરિકોને પ્રવેશ-પાસ લેવાની ફરજ પાડવામાં આવે છે આ વ્યવસ્થા પાછળ ત્રણ વર્ષે 57.59  લાખનો ખર્ચ કરાય છે. આ અંગેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતા વિવાદ શરૂ થયો છે.

નાગરિકો કે વિપક્ષ કોઈ પ્રશ્નને લઈ મ્યુનિ. સામે રેલી લઈને આવે ત્યારે મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવે છે. મુખ્ય બિલ્ડિંગના  તમામ ડોરની લોખંડની જાળીઓ જડબેસલાક બંધ કરી દેવામાં આવે છે. ખાનગી સિકયોરિટી અને બાઉન્સરો પણ હાજર હોય છે. હવે જ્યારે સામાન્ય સ્થિતિ હોય ત્યારે કામ લઈને આવતા પ્રજાજનો ને કેમ શંકાની નજરે જોવામાં આવે છે તે પ્રશ્ન છે. પ્રજાના પરસેવાના ટેક્સના નાણામાંથી ઉભા કરાયેલા જાહેરસ્થળમાં પણ પ્રવેશ મેળવવા પ્રજા જ પરેશાન થાય છે. ખોબે ને ખોબે મત આપીને જેમને ચૂંટયા છે તેમને મળવા પ્રજાજનને પાસ લેવા લાઇનમાં ઉભા રહેવું પડે છે.

કોર્પોરેટર કે અન્ય કોઈ રાજકારણીની આંગળી પકડીને જનારાઓ પાસે પાસનો આગ્રહ રાખવામા આવતો નથી. જુના બિલ્ડિંગમાં પ્રવેશ માટે પાસ ફરજિયાત નથી એ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી નવા બિલ્ડીંગમાં આવી શકાય છે.આ સંજોગોમાં પાસનું મહત્વ કેટલું અને તેની પાછળ કરાતો ખર્ચ કેટલો ઉચિત છે તે પ્રશ્ન ઊભો થાય છે.

બીજી તરફ મ્યુનિસિપાલટી દ્વારા  એસઆરપીની ટુકડી પણ હાયર કરાઇ હતી.  શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો સામે પગલા લેવા TDOની ટીમ જાય ત્યારે તેમના રક્ષણ માટે SRPને સાથે રાખવાનું નક્કી થયું હતું હવે આજની તારીખે આ ટુકડીનો ઉપયોગ  કેટલીક વખત તેમજ ક્યાં થયો હતો અને તેની પાછળ કેટલો ખર્ચ કરાયો તે પ્રશ્ન છે.

ખાનગી સિક્યુરિટી ને વર્ષે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે આમ છતાં કયા પોઇન્ટ પર કેટલા ગાર્ડ ઉભા રાખવાની ટેન્ડરમાં શરત છે અને ખરેખર કેટલા ઊભા રખાય છે  તે કોઈ  જોતું નથી. આ વ્યવસ્થામાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનું સૌ કોઈ જાણે છે.

સ્ટેન્ડિંગમાં આવેલી દરખાસ્ત પાસ કે રદ્દ કરતી વખતે કમિટીએ વિચારવું જોઈએ કે  આ પ્રથા શા માટે જરૂરી છે. ?  આ પ્રથા દાખલ થયા પછી કે કોઈ અસામાજિક તત્વને પ્રવેશતો અટકાવી શકાયો છે ખરો ?

કોરોના કાળમાં જ જરૂર સિવાય કોઈ  આવતું જ ના હતું, ત્યારે પણ ખર્ચનું મીટર તો ચઢતું જ હતું. ? રાજ્યના કેટલા કોર્પોરેટરોનું કામ લઈને આવતા પ્રજાજનોને ‘પાસ’ લઈને આવવાનું ફરજિયાત છે.  પાસ પ્રથા ના હોય તો  કોઈ બિલ્ડિંગની મિલ્કતોને નુકશાન કરીને જતું રહે તેમ છે  ?

Life Management / મહાત્મા ધ્યાનમાં બેસતા પહેલા બિલાડીને બાંધતા હતા, એક દિવસ બિલાડી મરી ગઈ… પછી શું થયું?

Life Management /ચિત્રકારની દુકાન પર વિચિત્ર ચિત્રો હતા, જ્યારે પૂછવામાં આવ્યું  તો જણાવ્યુ કે, ‘આ પ્રસંગના ચિત્રો છે’……

Life Management /રોગચાળાથી બચવા રાજાએ બધાને કૂવામાં દૂધ રેડવા કહ્યું, પરંતુ બીજા દિવસે તેમાં માત્ર પાણી હતું… આવું

Life Management /કાર ચાલકની ભૂલથી થયો અકસ્માત, ઓટો ડ્રાઈવરે તેને કંઈ ન કહ્યું, પેસેન્જરને કહ્યું આવું કારણ ? …