Not Set/ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હોવાના કારણે જાગૃત નાગરિક દ્વારા શહેરના પતરાવાળી ચોકમાં બોર્ડ મૂકતા ચકચાર

જીવતે જીવ તો શાંતિ નથી પણ મર્યા બાદ પણ શાંતિ ન હોવાનો ઘાટ સુરેન્દ્રનગર શહેરમાં સર્જાયો

Gujarat
Untitled 44 13 સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હોવાના કારણે જાગૃત નાગરિક દ્વારા શહેરના પતરાવાળી ચોકમાં બોર્ડ મૂકતા ચકચાર

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ હલ કરવામાં ઉણપ રહેતી હોવાની ચર્ચા શહેરી વિસ્તારમાં સર્જાય છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં શહેરી વિસ્તારમાં કુલ ચાર સ્મશાન છે. ત્યારે થોડા સમય પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સ્મશાન ગણાતા સોનપુર રોડ ઉપર આવેલા સ્મશાનમાં લાકડાં ન હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી હતી. જેને લઇને ત્યાં અગ્નિસંસ્કાર કરવા આવતા ડાઘુઓ અને ઘરેથી લાકડા લઇ ત્યાર બાદ અગ્નિસંસ્કાર કરવા માટે મજબૂર બનવું પડતું હોવાનુ જાણવા મળ્યુ હતું.

તેવા સંજોગોમાં આ મામલે સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિક અશોકભાઈ પારેખ દ્વારા શહેરના પતરાવાળી ચોક વિસ્તારમાં બોર્ડ મૂકવામાં આવ્યા હતા. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. પરંતુ વિકાસને જે પ્રકારે વેગ મળવો જોઇએ તે પ્રકારે મળી રહ્યો નથી. અને યોગ્ય સંચાલનના અભાવ તથા અણધટ વહીવટના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં લાકડાં ખૂટી પડ્યા છે. અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ પણ બંધ હાલતમાં છે. ત્યારે જીવતે જીવ તો શાંતિ નથી પરંતુ મર્યા બાદ પણ શાંતિ ન હોવાનું બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ મામલે શહેરી વિસ્તારના લોકો દ્વારા અનેક પ્રકારે રજૂઆત કરવામાં પણ આવી હોવા છતાં પણ ઈલેક્ટ્રીક ભઠ્ઠી છેલ્લા અનેક વર્ષોથી બંધ હાલતમાં છે. સ્મશાનમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને લાકડાનો પણ અભાવ જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. તેવા સંજોગોમાં સ્થાનિક આગેવાનો દ્વારા બોર્ડ પણ મૂકવામાં આવ્યા હોવાના કારણે સમગ્ર મામલે પડઘા પડવા પામ્યા હતા. અને સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇને આ બાબતની જાણકારી થતા તાત્કાલિક ધોરણે શહેરના મુખ્ય સમશાનમાં એક સાથે 500 મણ લાકડાંનો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો હતો

અને સ્મશાનમાં આવતા ડાઘુ અને કોઈ જાતની વ્યવસ્થા ઊભી ન થાય તેવા પ્રકારના આદેશો કર્મચારીઓને આપવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન ખાતે અવારનવાર ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ થતી હોવાના કારણે અનેક વખત લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યોં છે.ત્યારે આ મામલે તાકીદે વિચારણા કરી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈએ આ મામલે તાકીદે ગેસ ભઠ્ઠી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે.અને કામગીરીની શરૂઆત પણ કરી નાખવામાં આવી છે.