અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન/ અયોધ્યા રામમંદિર : ઈકબાલ અંસારીને મળ્યું ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કાર્યક્રમમાં આમંત્રણ, વિવાદમાં હતી મહત્વની ભૂમિકા

અયોધ્યા રામમંદિર વિવાદ ઉકેલવામાં ઈકબાલ અંસારીની મહત્વની ભૂમિકા રહી. ઈકબાલ અંસારી અયોધ્યા જમીન વિવાદ કેસમાં અરજદારોમાંના એક હતા.

Top Stories India
Mantay 21 1 અયોધ્યા રામમંદિર : ઈકબાલ અંસારીને મળ્યું ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કાર્યક્રમમાં આમંત્રણ, વિવાદમાં હતી મહત્વની ભૂમિકા

અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. લાંબી લડત બાદ અયોધ્યામાં રામમંદિર બનશે. રામજન્મભૂમિ વિવાદને લઈને હિન્દુપક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે વિવાદ થયો હતો. જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. આ વિવાદ ઉકેલવામાં એક શખ્સની મહત્વની ભૂમિકા રહી. જેનું નામ છે ઇકબાલ અંસારી.

રામમંદિર વિવાદના સાક્ષી

ઇકબાલ અંસારી મુસ્લિમ પક્ષકારોમાંના એક છે. પરંતુ ઈકબાલ અન્સારીનો સોફ્ટ કોર્નર મંદિર નિર્માણની તમામ બાબતોને ઉકેલવામાં સફળ રહ્યો છે. ઇકબાલ અંસારી અયોધ્યાના રહેવાસી છે. તેમનું ઘર અયોધ્યા શહેરમાં પ્રવેશતા રામ મંદિર સંકુલ પાસે જોવા મળશે. રામ મંદિર નજીક રહેતા ઈકબાલ બાળપણથી મંદિર આંદોલન અને વિવાદના સાક્ષી રહ્યા છે. ઇકબાલે પિતા હામિદ અન્સારી પાસેથી કાયદાકીય ગૂંચવણો વિશે પણ જાણ્યું છે. પિતાના અવસાન બાદ તેમણે રામ જન્મભૂમિ મંદિરના નિર્માણના પક્ષમાં જવાનું નક્કી કર્યું. તેમના આ નિર્ણયની તમામ શ્રદ્ધાળુઓ પ્રશંસા કરી રહ્યા છે. રામજન્મભૂમિમાં ધર્મની મડાગાંઠ ઉકેલવામાં સહાયક તરીકે હંમેશા રામભક્તો તેમને યાદ રાખશે.

3 4 1 અયોધ્યા રામમંદિર : ઈકબાલ અંસારીને મળ્યું ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કાર્યક્રમમાં આમંત્રણ, વિવાદમાં હતી મહત્વની ભૂમિકા

અયોધ્યા ભૂમિ વિવાદના પક્ષકાર

ઈકબાલ અંસારી અયોધ્યા જમીન વિવાદ કેસમાં અરજદારોમાંના એક હતા. તેમના પિતા હાશિમ અંસારી જમીન વિવાદ કેસમાં સૌથી વૃદ્ધ વકીલ હતા. હાશિમ અન્સારીનું 2016માં 95 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારબાદ ઈકબાલે કોર્ટમાં કેસનો પીછો કર્યો હતો. નોંધનીય છે કે આ કેસના વાદી ઈકબાલ અંસારી, હાજી મહેબૂબ અને મોહમ્મદ ઉમરે અયોધ્યા વિવાદનો નિર્ણય કોર્ટની બહાર થઈ શકે તે વાતનો ઈન્કાર કર્યો હતો. આ સંદર્ભે અયોધ્યામાં સ્થાનિક મુસ્લિમોની બેઠક પણ યોજાઈ હતી.

તેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમો મસ્જિદને અન્ય કોઈ જગ્યાએ ખસેડશે નહીં. 9 નવેમ્બર 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર સરકારી ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણને સમર્થન આપ્યું હતું. અયોધ્યામાં મસ્જિદ માટે હિન્દુ પક્ષે પાંચ એકર જમીન મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે આપવી પડશે એવો ચુકાદો આપવામાં આવ્યો હતો. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન કેસના પૂર્વ વાદી ઈકબાલ અંસારીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં મળ્યું આમંત્રણ

ઈકબાલ અંસારીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે ઈકબાલ અંસારી બાબરી મસ્જિદના મોટા સમર્થક રહ્યા છે. તેમને 5 ઓગસ્ટ, 2020 ના રોજ આયોજિત રામ મંદિરના ‘ભૂમિ પૂજન’ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળ્યું હતું. 30 ડિસેમ્બરે અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે કતારમાં ઊભા રહેલા સેંકડો લોકોમાં અંસારી પણ હતા.

એક વીડિયોમાં ઈકબાલ વડાપ્રધાનના કાફલા પર ફૂલ વરસાવતા પણ જોઈ શકાય છે. મંદિરના નગરમાં રોડ શો દરમિયાન મોદીનો કાફલો પંજી ટોલા વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ઈકબાલે કહ્યું, “તે (મોદી) અમારા સ્થાને આવ્યા છે. તેઓ અમારા મહેમાન અને અમારા વડા પ્રધાન છે.” ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ મંદિરના અભિષેક માટે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના હસ્તે મંદિરમાં રામલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અયોધ્યા રામમંદિર : પીએમ મોદીના નાસિક ધામ પંચવટીથી આજથી અનુષ્ઠાનનો આરંભ, ધાર્મિક વિધિ પહેલા અનુષ્ઠાનું વિધાન

આ પણ વાંચો: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને EDનું ચોથી વખત સમન્સ, ધરપકડની આપની આશંકા