Not Set/ ૨૬/૧૧ બ્લાસ્ટમાં પોતાના માતા-પિતાને ગુમાવનાર “બેબી મોશે” ૯ વર્ષ બાદ પહોચ્યો મુંબઈ

ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુ ૬ દિવસની ભારતની મુલાકાતે છે. ૬ દિવસની મુલાકાત દરમિયાન નેતન્યાહુ દિલ્લી બાદ આગ્રાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યારબાદ તેઓની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. મુંબઈની મુલાકાતની ખાસ મહત્વ છે, કારણ કે આજથી નવ વર્ષ પહેલા થયેલા ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલામાં પોતાના માતા-પિતાને ગુમાવનાર મોશે પણ ઉપસ્થિત રહેવાનો […]

India
DTonsZqVwAAl0dF ૨૬/૧૧ બ્લાસ્ટમાં પોતાના માતા-પિતાને ગુમાવનાર "બેબી મોશે" ૯ વર્ષ બાદ પહોચ્યો મુંબઈ

ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુ ૬ દિવસની ભારતની મુલાકાતે છે. ૬ દિવસની મુલાકાત દરમિયાન નેતન્યાહુ દિલ્લી બાદ આગ્રાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યારબાદ તેઓની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. મુંબઈની મુલાકાતની ખાસ મહત્વ છે, કારણ કે આજથી નવ વર્ષ પહેલા થયેલા ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલામાં પોતાના માતા-પિતાને ગુમાવનાર મોશે પણ ઉપસ્થિત રહેવાનો છે. ત્યારે બેબી મોશે મંગળવાર સવારે જ મુંબઈ પહોચી ચુક્યો હતો. ઇઝરાયેલના અધિકારીઓ તેનું સ્વાગત કર્યું હતું. મુંબઈ પહોચેલા મોશેના નાનાએ જણાવ્યું કે, નવ વર્ષ બાદ મુંબઈ આવ્યા બાદ તે ખુબ જ ખુશ છે અને મુંબઈ પહેલા કરતા હવે વધુ સુરક્ષિત જગ્યા છે.

પીએમ મોદીએ મોશે સાથે મુલાકાત કરીને ભારત આવવા માટે આપ્યું હતું આમંત્રણ

મહત્વનું છે કે, ગત વર્ષે ઇઝરાયેલની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોશે સાથે મુલાકાત કરી હતી અને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું.  મોશે આ દરમિયાન ભારત આવ્યો છે અને ૧૭ જાન્યુઆરીના રોજ ઇઝરાયેલના પીએમ સાથે ઉપસ્થિત રહેશે તેમજ ૧૮ જાન્યુઆરીએ પીએમ મોદી અને ઈઝરાયેલના પીએમ સાથે મોશે પણ ચાબાડ હાઉસની મુલાકાત લેશે.

moses 6 011518083114 ૨૬/૧૧ બ્લાસ્ટમાં પોતાના માતા-પિતાને ગુમાવનાર "બેબી મોશે" ૯ વર્ષ બાદ પહોચ્યો મુંબઈ

૨૬/૧૧ના મુંબઈ બ્લાસ્ટ દરમિયાન માત્ર બે વર્ષનો હતો.

વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં ૨ વર્ષના મોશે હોલ્ત્જબર્ગ બચી ગયો હતો. જયારે તેના માતા-પિતાનું આ હુમલામાં મોત થયું હતું. જયારે નોધનીય છે કે, હુમલામાં પોતાના માતા-પિતાને ગુમાવનાર બેબી મોશે નવ વર્ષ બાદ પહેવી વખત મુંબઈના નરીમાન હાઉસ ખાતે પહોચશે.