ગુજરાત/ ગુજરાતમાં કોંગ્રેસની કફોડી હાલત, દાહોદમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ પણ આપ્યું રાજીનામું

ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસની કફોડી સ્થિતિ છે, એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. હાલમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઇ રહી છે.

Top Stories Gujarat
2 4 ગુજરાતમાં કોંગ્રેસની કફોડી હાલત, દાહોદમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ પણ આપ્યું રાજીનામું

દાહોદ: ફરીથી દાહોદ ફતેપુરા કોંગ્રેસમાં ભડકો
ત્રણ જેટલાં સાથી મિત્રોએ આપ્યુ કોંગ્રેસમાંથી રાજીનામુ
પૂર્વ તાલુકા સભ્ય, સહ સંયોજક, આઈ. ટી સેલના ઉપપ્રમુખનું રાજીનામુ
પૂર્વ તાલુકા સભ્ય વસંત જીતસિંહ પારગીએ આપ્યુ રાજીનામુ
સહ સંયોજક જીગ્નેશ હરીશ પારગીએ આપ્યું રાજીનામું
આઈ.ટી સેલમાં જિલ્લા ઉપપ્રમુખ રોમિત તાવીયાડે આપ્યું રાજીનામું
આવનાર સમયમાં ભાજપમાં જોડાય તેવી શકયતા

ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસની કફોડી સ્થિતિ છે, એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. હાલમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઇ રહી છે.ત્યારે દાહોદના ફતેપુરા કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે.કોંગ્રેસમાંથી ત્રણ સ્થાનિક નેતાએ રાજીનામું આપી દેતા ફરી એકવાર કોંગ્રેસની હાલત પડયા પર પાટા જેવી થઇ છે. દાહોદના પૂર્વ તાલુકા સભ્ય વસંત જીતસિંહ પારગીએ રાજીનામું આપ્યું છે આ ઉપરાંત સહ સંયોજક જીગ્નેશ હરીશ પારગીએ પણ રાજીનામું આપ્યું છે આઇટી સેલના જિલ્લા ઉપપ્રમુખ રોમિત તાવીયાડે પણ રાજીનામું આપ્યું છે. આવનારા દિવસમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી પ્રભળ સંભાવના રહેલી છે