Bail Application/ મોરબીના ઝુલતા પૂલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલના જામીન મંજુર

સુપ્રિમ કોર્ટે ઓરેવા ગ્રુપના માલિકને જામીન આપ્યા

Gujarat Top Stories Others Breaking News
Beginners guide to 43 2 મોરબીના ઝુલતા પૂલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલના જામીન મંજુર

Gujarat News : મોરબીના ચકચારભર્યા ઝુલતા પૂલ દુર્ધનાના કેસમાં અંતે સુપ્રિમ કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના જામીન મંજુર કર્યા છે.

છેલ્લા 14 મહિનાથી જયસુખ પટેલ જેલમાં હતો. જોકે મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે.

સુપ્રિમ કોર્ટના બે જજની બનેલી બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટના નામાંકિત વકીલ મુકુલ રોહતગી અને ગુજરાતના નામાંકિત વકીલ નિરુપમ નાણાવટીએ આ કેસમાં ધારદાર દલીલો કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ મચ્છુ નદી પરનો પૂલ (ઝુલતો પૂલ )તુટી પડતા અંદાજે 135 જણાના કરૂણ મોત નીપજ્યા હતા. જેમાં સ્ત્રી, પુરૂષો ઉપરાંત 65 બાળકોનો સમાવેશ થયો હતો. જ્યારે અન્ય 180 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

ગુજરાત સરકારે આ બનાવની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચચા કરી હતી. તપાસમાં આ બ્રિજની સારસંભાળ રાખતી ઓરેવા કંપનીની વહીવટી ખામીઓ અને મેનેજમેન્ટમાં ગેરરિતીઓ બહાર આવી હતી. કોર્પોરેશન દ્વારા ઓરેવા ગ્રુપ કંપનીને આ બ્રિજની સાર સંભાળનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલના રેગ્યુલર જામીનની અરજી રદ્દ કરી હતી. તે સમયે કોર્ટે નોંધ્યું હતું કે બ્રિજની સારસંભાળની જવાબદારી જયસુખ પટેલની કંપનીની હતી. જો તેમણે યોગ્ય સમયે બ્રિજનું સમારકામ કરાવ્યું હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…