Not Set/ BCCI દ્વારા IPL ની બાકીની 14 મેચની તારીખો જાહેર કરવામાં આવી

IPL 2021 વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BCCI એ  IPL ની બાકીની 14  મેચની તારીખો જાહેર કરી છે. IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆત ચેન્નાઈ ..

Top Stories Sports
Untitled 221 BCCI દ્વારા IPL ની બાકીની 14 મેચની તારીખો જાહેર કરવામાં આવી

IPL 2021 વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BCCI એ  IPL ની બાકીની 14  મેચની તારીખો જાહેર કરી છે. IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે. આ મેચ રવિવાર, 19 સપ્ટેમ્બરના રોજ સાંજે રમાશે.IPL ની તમામ મેચ યુએઈમાં યોજાશે. મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે. IPL 2021 ની 29 મેચ ભારતમાં પહેલેથી જ રમાઈ ચુકી છે, હવે 31 વધુ મેચ રમાવાની છે. બાકીની મેચ 27 દિવસમાં લેવામાં આવશે. IPL 2021 ની મેચો 15 ઓકટોમ્બરના  યુએઈ માં  રમાશે.

આ પણ વાંચો:છોટાઉદેપુર જીલ્લામા સર્વત્ર મેઘ મહેર થી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

BCCI દ્વારા  જણાવ્યું કે  બાકીની મેચમાંથી 13 મેચ દુબઇમાં યોજાશે. શારજાહમાં દસ મેચ રમવામાં આવશે, જ્યારે આઠ મેચ અબુધાબીમાં રમાશે. લીગ તબક્કાની છેલ્લી મેચ વિરાટ કોહલી અને દિલ્હી કેપિટલ્સના નેતૃત્વ હેઠળના આરસીબી વચ્ચે રમાશે. આ મેચ 8 ઓક્ટોમ્બર થશે. આ પછી ક્વોલિફાયર અને એલિમિનેટર અને અંતિમ મેચ થશે. પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે દુબઇમાં, જ્યારે એલિમીનેટર અને ક્વોલિફાયર -2 11 અને 13 ઓક્ટોબરના રોજ શારજાહમાં યોજાશે. અંતિમ મેચ 15 ઓક્ટોમ્બરે દુબઇમાં રમાશે. આઈપીએલના ફેઝ 2 માં સાત દિવસના ડબલ હેડર મેચ હશે. આખી ટૂર્નામેન્ટમાં 12 ડબલ હેડર મેચ થવાની હતી, જેમાંથી પાંચ મેચ થઈ ચૂકી છે. હવે સાત મેચ બાકી છે.

આ પણ વાંચો :રાજ્ય હજુ બે દિવસભારે વરસાદ ની આગાહી,દક્ષિણ ગુજરાત રેડ એલર્ટ અપાયુ