Cricket/ BCCI લઈ શકે છે મોટો નિર્ણય, હવે ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન હશે!

BCCIએ એક મોટું પગલું ભરતા મેન્સ સિનિયર સિલેક્શન કમિટીને બરતરફ કરી દીધી છે અને નવી કમિટીની રચના માટે અરજી જારી કરી છે. 28 નવેમ્બર અરજી કરવાનો છેલ્લો દિવસ રહેશે. સોમવારે એક પ્રેસ રિલીઝ…

Top Stories Sports
BCCI Big Decision

BCCI Big Decision: T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી પરાજય બાદ ભારતીય ટીમની પસંદગી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન, BCCIએ એક મોટું પગલું ભરતા મેન્સ સિનિયર સિલેક્શન કમિટીને બરતરફ કરી દીધી છે અને નવી કમિટીની રચના માટે અરજી જારી કરી છે. 28 નવેમ્બર અરજી કરવાનો છેલ્લો દિવસ રહેશે. સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને, BCCIએ નવી પસંદગી સમિતિની પસંદગી માટે લાયકાત શું હોવી જોઈએ અને પસંદગી સમિતિ કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે તે અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ કરી છે.

આ અખબારી યાદી દ્વારા સ્પષ્ટ જણાય છે કે હવે BCCI ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટનની નિમણૂક કરવા વિચારી રહી છે. જો આમ થાય અને ટીમ ઈન્ડિયા આગામી સમયમાં અલગ-અલગ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન જોવા મળશે. તો આ પ્રથમ વખત હશે જ્યારે ભારતની ટેસ્ટ, વનડે અને ટી-20 ટીમની કપ્તાની અલગ-અલગ કેપ્ટનના હાથમાં હશે. કારણ કે ભારતમાં આ પહેલા ક્યારેય એવું બન્યું નથી કે ભારતના ત્રણેય ફોર્મેટમાં નિયમિત કેપ્ટન અલગ-અલગ હોય.

વરિષ્ઠ પસંદગી સમિતિની રચના માટે BCCIની પ્રેસ રિલીઝમાં મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

સિનિયર મેન્સ ટીમ માટે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થની યોજના બનાવો.

જ્યારે જરૂરી હોય ત્યારે ટીમ મીટિંગમાં હાજરી આપો.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચ જોવા માટે મુસાફરી કરો.

ત્રણ મહિનાની કામગીરીના આધારે BCCIની એપેક્સ કાઉન્સિલને સંબંધિત ટીમના પ્રદર્શન અહેવાલો તૈયાર કરો અને પ્રદાન કરો.

જ્યારે BCCI દ્વારા સૂચના આપવામાં આવે ત્યારે ટીમની પસંદગી પર મીડિયાને સંબોધિત કરો.

તમામ ફોર્મેટમાં ટીમ માટે કેપ્ટનની નિમણૂક કરો.

BCCIના નિયમોનું પાલન કરો.

આ પણ વાંચો: દિલ્હી/સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થતાં બેકફૂટ પર AAP, શું ગુજરાત અને દિલ્હીને વેઠવું