સુરત/ ઓનલાઇન રિવ્યુ આપતા પહેલા ચેતજો,નહીં તો તમને પણ ચુનો લાગી શકે…..

સુરતની એક મહિલાને ટેલિગ્રામ ઉપર અલગ અલગ હોટલના રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાની લાલચ આપી મહિલાનું રજીસ્ટ્રેશન કરાવી તેને અલગ અલગ ટાસ્ક પેટે 17,68,262 રૂપિયા આરોપીઓએ ટ્રાન્સફર કરાવ્યા હતા.

Gujarat Surat Trending
ઓનલાઇન રિવ્યુ

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં હવે સાયબર ફ્રોડની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સાયબર ફ્રોડમાં લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના કિસ્સાઓ પણ થોડા કેટલાક દિવસોમાં સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યું છે કે, જેમાં સુરતની એક મહિલાને ટેલિગ્રામ ઉપર અલગ અલગ હોટલના રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાની લાલચ આપી મહિલાનું રજીસ્ટ્રેશન કરાવી તેને અલગ અલગ ટાસ્ક પેટે 17,68,262 રૂપિયા આરોપીઓએ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આ પૈસા મહિલાને આરોપીઓએ ન આપી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ આપતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, 14/4/2023થી 19/04/2023 દરમિયાન આરોપીઓએ મહિલાના ટેલિગ્રામ પર અલગ અલગ લિંક મોકલી હતી અને હોટલ રિવ્યુના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ અલગ અલગ હોટલના ટાસ્ક માટે મહિલા પાસેથી 17,68,262 રૂપિયા આરોપીઓ દ્વારા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

આરોપીઓએ મહિલા પાસેથી 17 લાખ કરતા વધુની રકમ પડાવ્યા બાદ મહિલાને કમિશન પેટે હોટલના રીવ્યુ ટ્રાન્સફર પુરા કરવાના 57,059 રૂપિયા પરત આપ્યા હતા અને ત્યારબાદ મહિલાને અન્ય પૈસા આપ્યા ન હતા. તેથી આ મામલે મહિલા સાથે 17,11,103 રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

આ મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપી લલિતકુમાર ગૌડ નામના ઈસમની ધરપકડ કરી હતી. આરોપીને અવધપૂરી જયપુર રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે અને આરોપીના ખાતામાં રહેલા 10,65,648 રૂપિયા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ફ્રીજ કરાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે