Not Set/ વાંચો, આ કારણે મીરા રાજપૂતે પોતાના દીકરા માટે મોકલેલી ગીફ્ટ લેવાની ના પાડી

મુંબઈ શાહિદ કપૂર અને મીરા રાજપૂતના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. ૫ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં હિંદુજા હોટલમાં મીરા રાજપૂતે દીકરાને જન્મ આપ્યો છે જેનું નામ ઝૈન રાખ્યું છે. દીકરાના જન્મ થતા જ શાહિદ અને મીરાંના ચાહકોએ તેમને ગીફ્ટ અને અભિનંદન આપવાના શરુ કરી દીધા છે. પરંતુ હાલમાં જ મીરા લોકોને ગીફ્ટ ન મોકલવા માટે […]

Trending Entertainment
mira વાંચો, આ કારણે મીરા રાજપૂતે પોતાના દીકરા માટે મોકલેલી ગીફ્ટ લેવાની ના પાડી

મુંબઈ

શાહિદ કપૂર અને મીરા રાજપૂતના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. ૫ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં હિંદુજા હોટલમાં મીરા રાજપૂતે દીકરાને જન્મ આપ્યો છે જેનું નામ ઝૈન રાખ્યું છે. દીકરાના જન્મ થતા જ શાહિદ અને મીરાંના ચાહકોએ તેમને ગીફ્ટ અને અભિનંદન આપવાના શરુ કરી દીધા છે. પરંતુ હાલમાં જ મીરા લોકોને ગીફ્ટ ન મોકલવા માટે વિનંતી કરી છે.

મીરાએ ઇન્સ્તાગ્રામમાં સ્ટોરીમાં લોકોની ગીફ્ટ માટે આભાર વ્યક્ત કર્યો છે અને તેમણે સાથે વિંનતી પણ કરી છે ઝૈન માટે ગીફ્ટ ન મોકલે. મીરાંએ લખ્યું છે કે ઝૈનને આટલી સુંદર ગીફ્ટ આપવા બદલ તમારા બધાનો આભાર. અમે ઘણા ભાગ્યશાળી છીએ કે તમારા લોકોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે. પંરતુ તમને બધાને નમ્ર વિંનતી છે કે ઘણા પરિવાર એવા છે કે જેમના સંતાનને ગીફ્ટની જરૂરત છે. સારું રહેશે કે તમે આ ગીફ્ટ તે બધા જરૂરતમંદ પરિવારોને મોકલો અને તેમની જિંદગીને ખુશ બનાવવા માટે પ્રયત્ન કરો.

તમને જણાવી દઈએ કે ૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ ઝૈનનો જન્મ થયો હતો. શાહિદ બીજી  વખત પિતા બનવાથી ઘણો ખુશ છે. તેમના ચાહકોએ સોશિયલ મીડિયામાં તેમને અભિનંદન પાઠવ્યા હતા.