Technology/ ફોટો પોસ્ટ કર્યા પહેલા 90% છોકરીઓ કરે છે આ કામ, જાણીને ચોંકી જશો તમે

સ્માર્ટફોનના યુગમાં શ્રેષ્ઠ ફોટા લેવાનો અને તે ફોટાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો ટ્રેન્ડ છે. આ દરમિયાન એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે 90 ટકા છોકરીઓ ઓનલાઇન પોસ્ટ કરતા પહેલા તેમના ફોટા એડિટ કરે છે અથવા ફિલ્ટરનો ઉપયોગ કરીને વધુ સારો બનાવે છે. તારણો દર્શાવે છે કે યુવતીઓ તેમના ફોટા ઓનલાઇન શેર કરવા માટે […]

Tech & Auto
photos edit ફોટો પોસ્ટ કર્યા પહેલા 90% છોકરીઓ કરે છે આ કામ, જાણીને ચોંકી જશો તમે

સ્માર્ટફોનના યુગમાં શ્રેષ્ઠ ફોટા લેવાનો અને તે ફોટાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો ટ્રેન્ડ છે. આ દરમિયાન એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે 90 ટકા છોકરીઓ ઓનલાઇન પોસ્ટ કરતા પહેલા તેમના ફોટા એડિટ કરે છે અથવા ફિલ્ટરનો ઉપયોગ કરીને વધુ સારો બનાવે છે. તારણો દર્શાવે છે કે યુવતીઓ તેમના ફોટા ઓનલાઇન શેર કરવા માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેને લઈને ચિંતિત પણ હોય છે. કોવિડ -19 રોગચાળા દરમિયાન આ પ્રવૃતિ વધુ વધી ગઇ છે.

અભ્યાસમાં જાણાવાયું કે તેઓ તેમની ત્વચાના ટોનને દૂર કરવા માટે ફિલ્ટર્સ અથવા એડિટનો ઉપયોગ કરે છે. તેણી તેના ચહેરા અથવા નાકને એડિટ કરીને સારી રીતે આકાર આપે છે. એટલું જ નહીં, જો તેમને ફોટોમાં પોતાનું વજન વધુ જોવા મળે, તો તેઓ ફોટોને એવી રીતે એડિટ કરે છે કે તેમનું વજન ઓછું લાગે. આ સિવાય તે પોતાની સ્કીનને ચમકવા માટે તેમના દાંત વિશે પણ જાગૃત રહે છે અને આ માટે અલગ અલગ ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે.

Red Filter Technique for Instagram - Instagram Selfie Hack

યુનિવર્સિટી ઓફ લંડનના રોસલિંડ ગિલ ફ્રોમ સિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “ઇન્સ્ટાગ્રામ પર દરરોજ લગભગ 100 કરોડ ફોટા પોસ્ટ કરવામાં આવે છે.” ગિલે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી તેણીને ‘લાઇક’ અને પ્રશંસા મળે છે, જેનાથી તે ખૂબ ખુશ થાય છે, પરંતુ મોટાભાગની યુવતીઓ માટે પણ તે ખૂબ ચિંતાનો વિષય છે.

Death to Snapchat: Instagram has entered the flower crown filter game

યુકેની 200 જેટલી યુવતીઓ અને અન્ય લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં સામેલ યુવતીઓએ નિયમિતપણે જાહેરાતો જોવા અથવા કોસ્મેટિક પ્રક્રિયાઓ માટે નોટિફિકેશન જોવાની વાત કહી છે.