Not Set/ ખારેકમાંથી પ્રથમ વખત બનાવાયો ગુણકારી ગોળ, જાણો આ ગોળના ફાયદા…

ખારેકમાંથી પ્રથમ વખત બનાવાયો ગુણકારી ગોળ, જાણો આ ગોળના ફાયદા…

Gujarat Health & Fitness Others
kutch ખારેકમાંથી પ્રથમ વખત બનાવાયો ગુણકારી ગોળ, જાણો આ ગોળના ફાયદા...

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ

કચ્છની ખારેક વિશ્વપ્રસિદ્ધ છે હવે તો ખારેકની ડિમાન્ડ વધી ગઈ છે કારણકે ખારેક માંથી પ્રથમ વખત ગોળ બનાવાયો છે, કચ્છનાં પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે. આ ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક સાબીત થઈ રહ્યો છે.

કચ્છની ખારેક ઘણી ફેમસ છે,મોટાભાગે જૂન જુલાઈમાં ખારેકનું ઉત્પાદન થાય છે ભુજના ખેડૂત વેલજીભાઈને વિચાર આવ્યો કે,ખારેકના રસમાંથી ગોળ બનાવીએ અને આ પ્રયોગ કર્યા બાદ તેમણે લેબોરેટરીમાં તપાસ કરાવતા ખારેકનો પ્રવાહી ગોળ ઘણો ગુણકારી નીકળ્યો હતો. સ્વાસ્થ્યમાં ફાયદાકારક ઉપરાંત વિટામિન અને આર્યન પણ ઉપલબ્ધ છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કચ્છની બારહી ખારેકમાંથી બનતા પ્રવાહી ગોળના પેકિંગનું લોન્ચિંગ કરાયું હતું.

Organic Liquid Jaggery, Natural Jaggery, Organic Chakkara, ऑर्गेनिक गुड़,  ऑर्गेनिक जैगरी - Farm Friends Agro Organics, Shirur | ID: 16420767373

ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ પ્રયોગ વરદાનરૂપ સાબિત થશે. વેલજીભાઇએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીક્ષેત્રે ઝંપલાવ્યું છે. 2006 માં તેમણે ફળોના રસની શરૂઆત કરી આજે તેઓ 45 જેટલા જ્યુસ લોકો સમક્ષ મૂકી શક્યાં છે. તમામ જ્યુસ અને ફળમાંથી બનતી વસ્તુઓ નેચરલ હોય છે આંબા, દાડમ, જામફળ, તરબુચ, ચણીયાબોર, સીતાફળ સહિતના દરેક જયુસ ઓર્ગેનીક હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.વેલજીભાઇ ભૂડિયા બારહી ખારેકમાંથી પ્રવાહી ગોળ બનાવનાર પ્રથમ ખેડૂત છે અને તેમણે પ્રવાહી ગોળના ”પેટન્ટ” મેળવ્યા છે.

Organic Liquid Jaggery, Jaggery, गुड़ - Jay Manglam Trading Company, Pune |  ID: 16869322397

ખાસ તો આ ખારેકનો પ્રવાહી ગોળ ચા, કોડી, દૂધ, લાડુ, મોહનથાળ જેવી મિઠાઇઓ બનાવવામાં ‘પ્રાકૃતિક મિઠાશ’ માટે ઉપયોગ કરી શકાશે. ડાયાબિટિસના દર્દીઓ ચિંતામુકત બનીને ખારેકમાંથી બનેલા ગોળથી બનતી વાનગીઓ આરોગી શકશે.

‘ખાંડિયો’ અને ‘ભેળસેળવાળો’ ગોળ ડાયાબિટીસ, જૂના કફ, ઉધરસ જેવી બિમારીઓ ધરાવતા દર્દીઓ માટે નુકસાનકારક નીવડી શકે છે, ત્યારે ફળમાંથી બનાવેલ પ્રાકૃતિક ગોળનો વિકલ્પ મળતાં આવા દર્દીઓનાં સ્વાસ્થ્ય માટે વિકલ્પ રૂપ બનશે.આ પ્રકારે ગોળ ઉત્પાદનની પ્રક્રિયાથી વરસાદ પડતાં ખારકે બગડવાનાં કારણે ખેડૂતોને થતું જંગી નુકસાન નિવારવામાં પણ મદદ મળી શકશે.

kutch 1 ખારેકમાંથી પ્રથમ વખત બનાવાયો ગુણકારી ગોળ, જાણો આ ગોળના ફાયદા...

માત્ર ૧પ વર્ષની કુમળી વયથી જ વિચારશીલ વેલજીભાઇ શેરડીમાંથી ગોળ બનાવતા હતા. આમ, ખેત પેદાશોની મૂલ્યવૃધ્ધિમાં તેઓ વર્ષોથી મહારથ છે જ. બારહી ખારેકમાંથી પહેલાં જયૂસ બને અને તે જયૂસને ઉકાળીને કોઇપણ જાતના રસાયણ કે ઉમેરણ ઉમેર્યા વિના સંપુર્ણ પણે પ્રાકૃતિક ગોળ મેળવી શકાય છે.ખારેકના ગોળ ઉપરાંત ભુડિયા ફાર્મ ખાતે વિવિધ પ્રકારના જ્યુસ,આમલા રસ,પાવડર તેમજ ઓર્ગેનિક વસ્તુઓ મળી રહી છે જે ભુડિયા બ્રાન્ડથી લોકો સુધી પહોંચી રહી છે.

Dharm / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -1 )

Knowledge / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -2 )

Dharma / આ 5 શિવલિંગો સદીઓથી સતત વધી રહ્યા છે

Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….

અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…