Not Set/ 15,000 રુપિયાથી નીચેના અને 64MPનો કેમેરો હોય તેવા ફોન ખરીદવા છે? આ રહ્યાં બેસ્ટ ઓપ્શન્સ

સ્માર્ટફોન આજે દરેકની જરુરિયાત બની ગયો છે. પરંતુ ફક્ત ફોન હોવો એટલું જ પુરતું નથી પરંતુ ફોનમાં આકર્ષક ફિચર પણ હોવા જોઇએ. આજના યુવાનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના દિવાના છે અને સોશિયલ મીડિયામાં પોતાના ફોટા કે વીડિયો શેર કરતા રહે છે. હવે સારા ફોટા મૂકવા હોય તો ફોન પણ સારો હોવો જોઇએ. આજે મોટાભાગની મોબાઇલ કંપનીઓએ […]

Tech & Auto
realme 7i 15,000 રુપિયાથી નીચેના અને 64MPનો કેમેરો હોય તેવા ફોન ખરીદવા છે? આ રહ્યાં બેસ્ટ ઓપ્શન્સ

સ્માર્ટફોન આજે દરેકની જરુરિયાત બની ગયો છે. પરંતુ ફક્ત ફોન હોવો એટલું જ પુરતું નથી પરંતુ ફોનમાં આકર્ષક ફિચર પણ હોવા જોઇએ. આજના યુવાનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના દિવાના છે અને સોશિયલ મીડિયામાં પોતાના ફોટા કે વીડિયો શેર કરતા રહે છે. હવે સારા ફોટા મૂકવા હોય તો ફોન પણ સારો હોવો જોઇએ. આજે મોટાભાગની મોબાઇલ કંપનીઓએ યૂથને ધ્યાનમાં રાખીને 64 મેગા પિક્સલનો કેમેરા હોય તેવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આવા કેટલાક ફોન જેની કિંમત 15 હજારથી નીચે હોય તેની આજે આપણે ચર્ચા કરીશું.

840 560 15,000 રુપિયાથી નીચેના અને 64MPનો કેમેરો હોય તેવા ફોન ખરીદવા છે? આ રહ્યાં બેસ્ટ ઓપ્શન્સ

Redmi Note 9 Pro Max

કિંમત: 14,999 રુપિયા

ચાઇનીઝ કંપની શ્યાઓમી તેના મોબાઇલમાં અનેક ફિચર્સ આપવા માટે જાણીતી છે. રેડમી નોટ 9માં કંપનીએ ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. તેનું પ્રાઇમરી સેન્સર 64MP નું છે. આ ઉપરાંત ફોનમાં અલ્ટ્રા વાઇડ સેન્સર, મેક્રો મોડ, સુપર મેક્રો, પોટ્રેટ એચડીઆર, નાઇટ મોડ, સ્લો મોશન જેવા કેમેરા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. જે ફોટોગ્રાફીના અનુભવને શ્રેષ્ઠ બનાવે છે. તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે 5020mAHની બેટરી છે. આ ફોન Qualcomm Snapdragon 720G પ્રોસેસર સાથે આવે છે.

Realme 7

કિંમત: 14,999 રુપિયા

Realme 7 પણ શાનદાર ફોટોગ્રાફી એક્સપીરિયન્સ આપવામાં સક્ષમ છે. આ ફોનમાં પણ 64MP નો ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેનો ફ્રન્ટ કેમેરા 16MPનો છે અને પાવર બેકઅપ માટે તેમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. મોબાઇલનો સ્ક્રીન 6.5 ઇંચનો ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તે MediaTek Helio G95 પ્રોસેસર પર કામ કરે છે.

Poco X2

કિંમત: 14,999 રુપિયા

પોકોના આ મોડલમાં Qualcomm Snapdragon 730G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે તેમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. ફોનનો પ્રાઇમરી કેમેરો 64MPનો છે. જ્યારે અન્ય સેન્સર 8MP, 2MP અને 2MPનો છે. તેમાં 20MP + 2MPનો ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા છે. પાવર બેકઅપ માટે 4500mAh ની બેટરી ઉપલબ્ધ છે અને ફોનમાં 6.67 ઇંચનો ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે.

Moto G9 Power

કિંમત: 11,999 રુપિયા

Moto G9 Powe માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ફોનનું પ્રાઇણરી સેન્સર 64MPનું છે. આમાં 4GB રેમની સાથે 64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનન Qualcomm Snapdragon 662 પ્રોસેસર પર કામ કરે છે અને તેમાં 6000mAhની દમદાર બેટરી મોજુદ છે. તેમાં સેલ્ફી માટે યૂઝર્સને 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.