Happy Birthday!/ ભરૂચનો આજે 8002 મો જન્મ દિવસ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા

નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચંદ્રને કુંભ રાશિમાં સુર્ય વચ્ચે નર્મદા નદીના ઉત્તર કિનારે કુર્મની ( કાચબા ) ની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના 18000 શિષ્યો સાથે ભૃગુકચ્છ ( ભરૂચ ) વસાવ્યુ હતુ.

Gujarat Mantavya Exclusive
Untitled 9 19 ભરૂચનો આજે 8002 મો જન્મ દિવસ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા
  • આ શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું. જે ભૃગુઋષિનાં નામ પરથી પડ્યું હતું.
  • લક્ષ્મીજીના શ્રીનગર, ભૃગુઋષિના ભૃગુકચ્છ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા
  • વસંતપંચમીએ ભૃગુઋષિ એ કાચબાની પીઠ પર સવાર થઈ 18000 શિષ્યો સાથે વસાવેલી નગરી
  • 2000 વર્ષો પેહલા ભારતનું દુબઈ ગણાતા ભરૂચનો ભવ્ય ભૂતકાળ
  • ભરૂચમાં 300 વર્ષ પહેલાં પણ 3 મજલી 71 ઇમારતો હતી
  • 245 વર્ષ પહેલાં ભરૂચમાં કોઈ પણ ધર્મ નહિ પાડવા વાળા 638 લોકો હતા
  • સદીઓ પેહલા કોસ્મો પોલિટન કલચર, ચીનનું સિલ્ક પણ ભરૂચથી જ દુનિયામાં પોહચતું
  • ભરૂચ ફુરજા બંદરે વિશ્વભરમાંથી રોજ 120 થી વધુ જહાજો આવતા
  • વસ્તીપત્રક વર્ષ 1812 મુજબ શહેરમાં 26852 હિંદુ, 12022 મુસ્લિમ , 2153 પારસી, 506 ક્રિશ્ચિયન, 721 શ્રાવક, 3 શિખ, 638 એનિમિસ્ટીકસ

નર્મદા નદીના તટ પર વસેલું શહેર ઇસ પૂર્વે ૫૦૦થી અસ્તિત્વ ધરાવતું પ્રાચીન ઐતિહાસિક નગર “ભરૂચનો આજે 8002 મો જન્મ દિવસ” છે. ભારતમાં કાશી બાદ સૌથી જુની પ્રાચિન નગરીમાં સમાવિષ્ટ 8 હજાર વર્ષ જુની ભૃગુકચ્છ એટલે કે ભરૂચનો શનિવારે વસંત પંચમીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોથી વર્ષગાંઠની ઉજવણી કરાશે. લક્ષ્મીજીના શ્રીનગર , ભૃગુઋષિનુ ભૃગુકચ્છ , અંગ્રેજોનું બ્રોચ અને હાલનુ ભરૂચ સુધીની ઐતિહાસિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં વિવિધ સમયોના વહાણા વચ્ચે પણ ઝળહળતી રાખી છે.

નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચંદ્રને કુંભ રાશિમાં સુર્ય વચ્ચે નર્મદા નદીના ઉત્તર કિનારે કુર્મની ( કાચબા ) ની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના 18000 શિષ્યો સાથે ભૃગુકચ્છ ( ભરૂચ ) વસાવ્યુ હતુ. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરાયો છે.

ભારતમાં કાશી બાદ બીજી પ્રાચીન નગરી ગણાતા ભરૂચનો આજે 8002 મો જન્મદિવસ -  Watch Gujarat News : LIVE LATEST TODAY Online

વસંત પંચમીએ હાલના ભરૂચની સ્થાપના થઈ હોય ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2019 થી ભરૂચ નગરીનો જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ શહેરનો ઝળહળતો અને ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ , વેપારીઓ , શાસનકર્તાઓના પુસ્તકોમાં અંકિત થયેલો છે.

પુરાતનકાળમાં લક્ષ્મીજીના શ્રીનગર તરીકે ઓળખાતી ભરૂચ નગરી ભૃગુઋષિના આગમન બાદ ભૃગુનગર તરીકે પ્રસ્થાપિત થયુ હતુ. સદીઓના વહાણા વિત્યા બાદ સમૃધ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ , ડચ , મોધલ , અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા . નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી . વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી. જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી .

ફ્રાન્સના ચિત્રકાળ જેકબ પીટરે વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કીલ્લાઓ , નદીઓ , ટાપૂઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજુકરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં મોગલોના શાસન 1690 માં ભરૂચનુ ચિત્ર દોર્યું હતુ. જેમાં બ્રોચ તરીકે જાણિતા ભરૂચની ભવ્યતાને ઈમારતો , કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિરૂપણ કર્યું હતું. ભરૂચમાં 300 વર્ષ પહેલા પણ 3 મંજલી 71 ઈમારતો હતી જે ભરૂચની ભવ્ય કલ, આજ અને કલને ઉજાગર કરે છે.

ભરૂચનો કિલ્લો | જિલ્લા ભરૂચ, ગુજરાત સરકાર | India

બ્રિટિશ રાજમાં 245 વર્ષ પહેલા 50 હજારની બ્રોચની આબાદી

ઈ.સ .1777માં અંગ્રેજોએ ભરૂચનુ વસ્તીપત્રક રજુ કર્યુ હતુ. જેમાં 50,000 ની વસ્તી ગણના થઈ હતી. શહેરમાં 30 હજાર અને પરામાં 20 હજાર લોકો નોંધાયા હતા. વર્ષ 1812 ના વસ્તી પત્રક વખતે 32716 લોકોની વસ્તી હતી. જેમાં હિન્દુ 26852, મુસલમાન 12022 , પારસી 2153 , ક્રિશ્ચિયન 506 , શ્રાવક 721 , શિખ 3 , એનિમિસ્ટીકસ 638 હતા.

ભરૂચમાં વર્ષ 1874 માં 10443 મકાનો, 19 કારખાના, 1278 દુકાનો

ભરૂચ શહેરની બીજી વખત વર્ષ 1874-75 માં કરાયેલી માપણી મુજબ કુલ 10443 મકાનો હતા. જેમાં ત્રણ માળથી વધારેમાં 71 મકાનો , બે માળના 661 મકાનો , એક માળના 3221 મકાનો અને માળ વગરના 2838 મકાનો હતા. શહેરમાં 2354 કાચા ઝૂપડા હતા. સાથે જ 19 કારખાના , 1278 દુકાનો હતી , ઘરવેરો માળીયાના પ્રમાણમાં લેવાતો હતો.

ભરૂચમાં આવેલા ધાર્મિક અને જોવાલાયક સ્થળો વિષે જાણો જ્યાં તમારે એકવાર જવું જ  જોઈએ. | Dharmik Topic

ભરૂચને 8000 વર્ષોમાં મળ્યા 13 ઐતિહાસિક નામ

શ્રીનગર , લાટપ્રદેશ , ભૃગુકચ્છ, ભૃગુનગરી, બારૂગાજા , બરગોસા, બરૌઝ , બરૂસ, બરૂહ , બીહરોજ, પોલુકેછીપુ, બ્રોચ , ભરૂચ

ભરૂચમાં પહેલ વહેલું

– કલેકટર : એમ.એસ.મૌલવી 1942-43

– સાંસદ : ચંદ્રશંકર ભટ્ટ 1952-57

– ધારાસભ્ય : મોતીલાલ વીણ 1952-57

– પ્રધાન : દિનકરરાવ દેસાઈ 1946 માં મુંબઈ રાજયના કાયદા પ્રધાન

– પોલીસવડા : આર.કે.રાયસિંધાણી 1951

– ડીડીઓ : પી.પી.રાઠોડ 1963

– જિલ્લા પંચાયત પ્રમુખ : ડાહ્યાભાઈ પટેલ 1963

– નગરપાલિકા પ્રમુખ : ચુનીલાલ દેસાઈ 1900

– શિક્ષણાધિકારી : એમ.જે.દવે 1953

– રેલ્વે : ભરૂચ રેલ્વે સ્ટેશન 1862

– બ્રિજ : ગોલ્ડન બ્રિજ 1881

ભરૂચ - Wikiwand

ભરૂચ પર 500 વર્ષ સુધી રહ્યું વિવિધ આક્રમણકારોનું શાસન

ભરૂચ પર દિલ્હી સલ્તનતનું શાસન 94 વર્ષ. સ્વતંત્ર સલ્તનતનું શાસન 181 વર્ષ. અંગ્રેજોનું શાસન 164 વર્ષ. સ્વતંત્ર અમીરોનું રાજ 36 વર્ષ. મરાઠાઓનું આધીપત્ય 19 વર્ષ. સાથે જ મોગલ, ડચ , વલંદા અને ફીરંગીઓ તેમજ રજવાડાઓનું રાજ રહ્યું હતું.

ભરૂચની જાણીતી ચીજવસ્તુઓ અને સ્થળો

– ઐતિહાસિક કોટ

– ગોલ્ડન બ્રિજ

– સોનાનો પત્થર

– વિકટોરીયા ટાવર

– કબીરવડ

– સેવાશ્રમ

– મેઘરાજા – છડી મહોત્સવ

– ભૃગુઋષિ મંદિર

– અગિયારી

– જુમ્મા મસ્જિદ

– ચદરવાલે સાહેબ ગુરૂદ્વારા

– ફુરજાબંદર

– ભાગાકોટનો ઓવરો

– ભારતનું સૌપ્રથમ ભકતામાર મંદિર

– ઝુલેલાલ મંદિર

– ડેવિડ વેડર બર્નની કબર

– સુજની

– ખારી સિંગ

– હિલ્સા માછલી

Bharuch/District Court in India | Official Website of District Court of  India

શહેરની પહેલી માપણી 156 વર્ષ પહેલા ₹1.07 લાખના ખર્ચે 9 વર્ષે પૂર્ણ થઈ

ભરૂચ શહેરની પહેલી માપણી 1 ફેબ્રુઆરી 1866 માં આજથી 156 વર્ષ પહેલા શરૂ થઈ હતી જે 15 ઓકટોબર 1875 માં 9 વર્ષ બાદ પુર્ણ થઈ હતી. શહેર અને પરા મળી 52.18 લાખ ચોરસવાર જમીન મપાઈ હતી. જેમાં 11.63 લાખ ચોરસવારમાં ખાનગી મકાનો , 10.96 લાખ ચોરસવાર જમીનમાં લોકો પાસેથી સમરી સેટલમેન્ટ લેવાતા હતા. શહેરની માપણી કરવા તે સમયે 1.07 લાખનો ખર્ચ થયો હતો .

ભરૂચના નવરત્નો

(૧) પંડિત ઓમકારનાથ ઠાકુર

(૨) કનૈયાલાલ મુન્શી

(૩) ડો.ચંદુભાઈ દેસાઈ ( છોટે સરદાર )

(૪) ડોક્ટર કમાં કાકા

(૫) ઈચ્છાલાલ મામલતદારના

(૬) નથુ થોભણ

(૭) માધવરાવ જોગ

(૮) સર શાપુરજી બરજોરજી ભરૂચા

(૯) જશવંતલાલ ચોકસી