તબીબની બેદરકારી/ ભાવનગરઃ સર્ટી હોસ્પિ.માં સારવાર દરમ્યાન ગર્ભવતી મહિલાનું મોત

ભાવનગરની એક ખાનગી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રસુતિ વિભાગના ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Gujarat Others
Bhavnagar case

છેલ્લા થોડાક સમયમાં જયારે બિપરજોય દરમ્યાન ગર્ભવતી મહિલાઓને સારી રીતે સાચવવામાં આવી હતી તે ઉપરાંત તેમની દેખરેખથી લઈને બાળકના જન્મ સુધીની બધી જ જવાબદારી ઉપાડવામાં આવી હતી, તે વચ્ચે જ તાજેતરમાં ભાવનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિવારજનોએ ડોક્ટર પર આક્ષેપ કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે,ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું છે.

આ મહિલા ગારિયાધારની છે, જેને અચાનક પેઈન શરુ થતા પરિવારજનો આ ગર્ભવતી મહિલાને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. કોઈ સમસ્યા સર્જાતા ઓપરેશન બાદ મહિલાને સર્ટી હોસ્પિ. રીફર કરવાનું કહ્યું હતું. અને ત્યારબાદ સર્ટી હોસ્પિ.માં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવારજનો રોષે ભરાયા હતા અને કહ્યું કે અહીયાના ડોક્ટરની બેદરકારીને લીધે જ ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો

આ પણ વાંચોઃ IT વિભાગના દરોડા/ આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો

આ પણ વાંચોઃ India USA Relation/ ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોનો પાયો શિક્ષણઃ  જિલ બાઇડેન

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટર/ વીરેન્દ્ર સેહવાગ જેવા મોટા ખેલાડી શું આ કારણે નથી બની રહ્યા ટીમ ઈન્ડિયાના સિલેક્ટર? BBCIએ લેવા પડશે પગલાં

આ પણ વાંચોઃ ભીષણ આગ/ ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, 31ના મોત, 7 ઘાયલ