કચ્છ/ લાયસન્સ કઢાવી આપવાના બહાને 12 લાખની ઠગાઈ

બેઝ ઓઈલનું લાયસન્સ કઢાવી આપી, સસ્તા ભાવે માલ આપવાના બહાને ભુજના કુખ્યાત ચીટરે ખોટું નામ ધારણ કરીને રાજસ્થાનના ખેડૂત સાથે મુંદરામાં 12 લાખની છેતરપિંડી આચરી છે

Gujarat Others
બેઝ ઓઈલનું લાયસન્સ કઢાવી આપવાના બહાને 12 લાખની ઠગાઈ

બેઝ ઓઈલનું લાયસન્સ કઢાવી આપી, સસ્તા ભાવે માલ આપવાના બહાને ભુજના કુખ્યાત ચીટરે ખોટું નામ ધારણ કરીને રાજસ્થાનના ખેડૂત સાથે મુંદરામાં 12 લાખની છેતરપિંડી આચરી છે. ઘટના અંગે મુંદરા પોલીસે દીપક સક્સેના ઊર્ફે હનીફ ઓસમાણ સમેજા (રહે. સુરલભીટ્ટ રોડ, ભુજ) અને જ્યેશ નામના તેના સાગરીત વિરુધ્ધ ઠગાઈની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.

રાજસ્થાનના બિકાનેરમાં રહેતો ૩૬ વર્ષિય ફરિયાદી પ્રેમલાલ પુનિયા ખેતી કરે છે. વીજળીની પરેશાની હોઈ ખેતી માટે ડિઝલ જનરેટરનો ઉપયોગ કરે છે. દરમિયાન, ફેસબૂક મારફતે પ્રેમલાલના પંજાબના મિત્ર પાર્થને બેઝ ઓઈલનું લાયસન્સ કઢાવી આપી સસ્તા ભાવે માલ આપવાની ઑફર કરનાર દીપક સક્સેનાનો પ્રેમલાલે મોબાઈલ ૫૨ કોન્ટેક્ટ કર્યો હતો. દીપકે તેને ગાંધીધામ બોલાવતાં ૩૧ જાન્યુઆરીએ ફરિયાદી તેના બે મિત્રો સાથે ગાંધીધામ આવ્યો હતો. અહીં દીપકનો માણસ જ્યેશ તેમને કંડલા પોર્ટમાં કોઈ જગ્યાએ ગાડીમાં બેઠેલાં દીપક સક્સેના સાથે મળવા લઈ ગયો હતો. દીપકે તેમને લાયસન્સ ફી પેટે ૫ લાખ રૂપિયા થશે અને ૫૬ રૂપિયે પ્રતિ લીટર બેઝ ઓઈલ મળશે તેવી લાલચ આપી નાણાં લઈ આવવા જણાવ્યું હતું.

દીપકની ઑફર બાદ ફરિયાદી નાણાંની વ્યવસ્થા કરી ગુરુવારે ફરી કચ્છ આવ્યો હતો. દીપકે તેમને મુંદરા પોર્ટ રંગોલી ગેટ પાસે બોલાવ્યાં હતા. અહીં લાયસન્સ અને બેઝ ઓઈલ પેટે ૧૨ લાખ રૂપિયા મેળવી લઈ ‘હું લાયસન્સ કઢાવીને આવું છું’ તેમ કહી તે નીકળી ગયો હતો. તેનો સાગરીત જ્યેશ બેઝ ઓઈલના ટેન્કરની વ્યવસ્થા કરવાના નામે સરકી ગયો હતો. ત્યારબાદ આરોપીએ પોતે ટેન્કર લઈ આગળ નીકળ્યાં હોવાનું જણાવી ફરિયાદીને ડિલિવરી લેવા માટે ક્રમશઃ ગાંધીધામ, સામખિયાળી, આડેસર અને રાધનપુર ખાતે પહોંચવા જણાવ્યું હતું. પરંતુ, માલની ડિલિવરી કે લાયસન્સ આપ્યા નહોતા. જેથી તે ઠગાઈ થઈ હોવાનું પામી ગયો હતો. બીજા દિવસે દીપક અને જયેશના ફોન બંધ થઈ ગયાં હતા.

પ્રેમલાલ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યો ત્યારે અગાઉ મુંદરામાં આ મોડસ ઓપરેન્ડીથી ચીટીંગ કરનારાં ભુજના હનીફ સમેજાનો પોલીસે તેને ફોટો બતાવ્યો હતો. ફરિયાદીએ હનીફનો ફોટો ઓળખી બતાડી તે દીપક સક્સેના બન્યો હોવાનું જણાવ્યું હતું. તેના સાગરીત જ્વેશની અસલી ઓળખ હજુ છતી થઈ નથી. મુંદરા પોલીસે ગુનો નોંધી હનીફ અને તેના સાગરીતને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

lata mangeshkar / લતા મંગેશકર આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી

અલવિદા લતાદીદી.. / જાણો, કોના કહેવા પર લતા મંગેશકરે રાખ્યું હતું મૌનવ્રત, આ છે કારણ

Lata Mangeshkar death / રાજ કપૂર લતા મંગેશકર સાથે ‘સત્યમ શિવમ સુંદરમ’ બનાવવા માંગતા હતા