રજૂઆત/ પ્રવાસન ઉદ્યોગને માઠી અસર : ટ્રાવેલ એજન્ટોએ પ્રોત્સાહન આપવાની માંગ સાથે યોજી સાયકલ રેલી

પ્રવાસન ઉદ્યોગને સ્પર્શતા અને ટ્રાવેલ એજન્ટોને કનડતા પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે સતત પ્રયત્નશિલ ટુરિઝમ લીડર્સ ક્લબ પોતાની માંગ બુલંદ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેના એક ભાગરૂપે રાજકોટમાં એક સાયકલ

Gujarat Rajkot
t1 પ્રવાસન ઉદ્યોગને માઠી અસર : ટ્રાવેલ એજન્ટોએ પ્રોત્સાહન આપવાની માંગ સાથે યોજી સાયકલ રેલી

પ્રવાસન ઉદ્યોગને સ્પર્શતા અને ટ્રાવેલ એજન્ટોને કનડતા પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે સતત પ્રયત્નશિલ ટુરિઝમ લીડર્સ ક્લબ પોતાની માંગ બુલંદ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેના એક ભાગરૂપે રાજકોટમાં એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા આ સંદર્ભે સત્તાધીશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે અને ટ્રાવેલ એજન્ટ ના પ્રશ્નો અંગે તબક્કાવાર રજૂઆતો પણ કરવામાં આવી છે.

t2 પ્રવાસન ઉદ્યોગને માઠી અસર : ટ્રાવેલ એજન્ટોએ પ્રોત્સાહન આપવાની માંગ સાથે યોજી સાયકલ રેલી

અત્યારે કોરોના કાળમાં પ્રવાસન ઉદ્યોગ ની માઠી બેઠી છે અને ટ્રાવેલ એજન્ટ ના બિઝનેસ ઉપર પણ ઘણી વિપરીત અસર પડી છે ત્યારે સરકારે કેટલીક છૂટછાટો આપવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રને અડીને આવેલા સંઘપ્રદેશ એવા દીવમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી છે તે તકલીફ દૂર કરવી જોઈએ. સાથોસાથ એરપોર્ટ રેલવે સ્ટેશન કે બસ પોર્ટ ઉપર આવતા મુસાફરોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ વિનામૂલ્યે કરવાની સુવિધા ઉભી કરવી જોઈએ.ટ્રાવેલ એજન્ટો ની માગણી એવી છે કે સરકારે તમામ એજન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે કમિશનની યોજના લાગુ કરવી જોઇએ. એટલું જ નહીં સરકારે ઓનલાઇન બુકિંગ ઉપર પણ નિયંત્રણ લાદવા જોઈએ .જો નિયંત્રણો લાદી ન શકાય તો ભારે ટેક્સ લગાવવો જોઈએ .સરકાર જો આમ કરશે તો પ્રવાસીઓ ટ્રાવેલ એજન્ટ તરફ વળશે અને આ ઉદ્યોગ ફરી જીવંત બનશે.

t3 પ્રવાસન ઉદ્યોગને માઠી અસર : ટ્રાવેલ એજન્ટોએ પ્રોત્સાહન આપવાની માંગ સાથે યોજી સાયકલ રેલી

કોરોના ના સમયગાળામાં પ્રવાસન ઉદ્યોગ ઉપર વિપરીત અસર પડવાને કારણે રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થયો છે અને અનેક ટ્રાવેલ એજન્ટ બેકાર બન્યા છે. આવી સ્થિતિમાં સરકારે તેમના માટે રોજગાર યોજના પણ લાગુ કરવાનું ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ.રાજ્ય સરકારને એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે પ્રવાસન ઉદ્યોગ જીડીપીમાં 10 ટકા જેવું ફાળો આપતો હોય છે આવા સંજોગોમાં રાજ્ય સરકાર કોઈ નવી યોજના લાવવાને બદલે હયાત યોજનાઓ માટે કામ કરી રહેલા ટ્રાવેલ એજન્ટ ને એસોસિએશન મારફત અથવા ટુરીઝમ લીડર ક્લબ મારફત સહાય મળી રહે તેવી યોજના જાહેર કરવી જોઇએ.વધુમાં પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપીને તેને લગતા લાભો આપવા જોઈએ તેવી માગણી પણ કરવામાં આવી છે સાથોસાથ ઇન્કમટેક્સ જીએસટી ઉપરાંત મહાપાલિકાના જુદા જુદા વેરા લાઈટ બિલ વગેરેમાંથી પાંચ વર્ષ માટે મુક્તિ આપવી જોઈએ જો આમ કરવામાં આવશે તો પ્રવાસન ઉદ્યોગને ઘણું પ્રોત્સાહન આપી શકાશે.અંતમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ઘણી વખત યોગ્ય કોમ્યુનિકેશન ના ભાવે મહત્વના પ્રશ્નો અધ્ધરતાલ રહી જતાં હોય છે પરંતુ જો રાજ્ય સરકાર સમયાંતરે ટ્રાવેલ એજન્ટ એસોશીએશન સાથે અને એડવાઇઝરી કમિટિ સાથે બેઠક યોજે તો અનેક પ્રશ્નો સહેલાઇ થી નિકાલ થઈ શકે તેમ છે.

t1 1 પ્રવાસન ઉદ્યોગને માઠી અસર : ટ્રાવેલ એજન્ટોએ પ્રોત્સાહન આપવાની માંગ સાથે યોજી સાયકલ રેલી

આ સહિતના અન્ય પ્રશ્નો પણ અત્રે પોતાની માંગ બુલંદ બનાવવા માટે ટુરીઝમ લીડર ક્લબ દ્વારા એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં ટુરિઝમ લીડર્સ ક્લબના અમેશભાઈ દફ્તરી, પ્રકાશભાઈ, ધીમંતભાઈ કોઠારી , વલ્લભભાઈ પર્યટન ટૂર,દિવ્યેશભાઈ માણેક અને ગૌરવ કોટેચા -પ્રત્યુષ હોલીડે, ચેતન દેવાની -નિર્મલ ટોઉંરીઝમ, એમ ડી ટ્રાવેલ – મયુરભાઈ ,પિયુષભાઇ,સદ્દગુરુ ટ્રાવેલ્સ ,બિપીનભાઈ -અર્શી હોલીડે ,મહેશભાઈ યુનિવર્સણ ટ્રાવેલ ,રુદ્ર ટ્રાવેલ -ભાવેશભાઈ સહિતના  મેમ્બેરો ઉપસ્થિત રહ્યા હતાઅને હેલ્પ ટુરિઝમના નારાને બુલંદ કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…