સારા સમાચાર/ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત

પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના તા. 17/10/22 ના ઠરાવથી સુધારા બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. શિક્ષણ…

Top Stories Gujarat
Transfer Teachers Gujarat

Transfer Teachers Gujarat: પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈને ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. સત્તાવાર DPE-શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે શિક્ષકો તાલુકામાં બદલી માટે અરજી કરવા માગે છે તેઓએ સત્તાવાર શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે આ અગાઉ 3 એપ્રિલના રોજ રાજ્ય સરકારે જિલ્લાઓમાં શિક્ષકોની બદલીને લઈને મોટી જાહેરાત કરી હતી, જેમાં શિક્ષકોની બદલીની સમય મર્યાદા વધારીને 5 વર્ષ કરી દેવામાં આવી છે, જેમાં નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી લાખો શિક્ષકોને ફાયદો થશે.

પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના તા. 17/10/22 ના ઠરાવથી સુધારા બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના તા 01/04/22 અને 14/10/22 ના બદલી ઠરાવની જોગવાઈઓને આધીન પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયકના વધ-ઘટ કેમ્પ, જિલ્લા આંતરીક અરસ-પરસ બદલી કેમ્પ, જિલ્લા આંતરીક ઓનલાઈન બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી હતી. જીતુ વાઘાણીએ તારીખ જાહેર કરતા જણાવ્યું હતું કે વધ-ઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક અરસપરસ કેમ્પ તા. 20-10-22થી 29/10/22 જાહેર રજા સિવાયના દિવસોમાં જિલ્લા આંતરિક બદલી પ્રથમ તબક્કો તા. 02/11/22થી 20/11/22, જિલ્લા આંતરિક બદલીનો બીજો તબક્કો તા.23/11/22 થી 02/12/22, જિલ્લા ફેર બદલી કેમ્પ તા. 06/12/22 થી 08/12/22 તેમજ મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર અરસ-પરસના હુકમો તા. 02/10/22 થી તા. 29/10/22 જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં આપવામાં આવશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી એવા શિક્ષકોને ફાયદો થશે કે જેઓ તેમના પરિવારથી દૂર જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે જેથી તેઓ તેમની પસંદગીનો જિલ્લો મેળવી શકશે જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા 14/10/22ના ઠરાવથી તેમને પસંદગીની તક મળશે.

આ પણ વાંચો: T20 World Cup/ આવતીકાલથી શરૂ થશે T20 વર્લ્ડ કપનો ‘મહાકુંભ’, જાણો શમીની એન્ટ્રીથી કેટલી મજબૂત થશે ટીમ ઈન્ડિયા?

આ પણ વાંચો: Asia cup 2022 Qualifier/ ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને ઈતિહાસ રચ્યો, 7 મી વખત ટાઇટલ કર્યુ પોતાના નામે