Geeta Mandir/ .શહેરમાં પતરાવાળા શેડ પર જ મોટા ગોડાઉન

પરવાનગી વગરના પતરાવાળા શેડ તરફ આંખ આડા કાન

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 29T154855.217 1 .શહેરમાં પતરાવાળા શેડ પર જ મોટા ગોડાઉન

Ahmedabad news ; અમદાવાદના અનેક વિસ્તારમાં પરવાનગી વગરના પતરાવાળા શેડ બનાવી દેવાયા છે. અનેક વિસ્તારમાં ગોડાઉન પર પતરાવાળા શેડ જોવા મળે છે. જેને કારણે આગ કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.આ પ્રકારના પતરાવાળા શેડ પર જ મોટા ગોડાઉન બનેલા હોવાથી ભીડવાળા વિસ્તાર આગનું એપી સેન્ટર બની જાય છે.
અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ પાસેના ગીતા મંગિર નજીક મોટુ લાટી બજાર આવેલું છે. આ લાટી બજાર પતરાના શેડ પર જ બનેલું છે. અહીંની ચાલીઓમાં વર્ષોથી લાટી બજારનો વ્યવસાય ચાલે છે. પતરાના શેડ અને લાકડાને કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે.

જેને કરાણે ભૂતકાળમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. મોટા અધિકારીઓ આગ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવું જણાઈ રહ્યું છે. કારણકે આ પતરાવાળા શેડને પરવાનગી કેવી રીતે મળે છે તે પ્રશ્ન ઉભો થાય છે. જે પણ વિભાગ કે અધિકારી આવા પતરાવાળા શેડને પરવાનગી આપે છે તેની તપાસ કેમ થતી નથી. કોના આશીર્વાદથી આ પ્રકારની પરવાનગી અપાય છે. શું કાયમી બાંધકામની સામે આવા પતરાવાળા શેડમાં વધુ હપ્તા મળે છે ? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…

આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે