Jammu Kashmir/ જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ પડ્યા દરોડા

સીબીઆઈ (CBI) એ જમ્મુ-કાશ્મીરમાં દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ જમ્મુ-કાશ્મીરમાં 37 જગ્યાએ દરોડા પાડ્યા છે.

Top Stories India
CBI

સીબીઆઈ(CBI) એ જમ્મુ-કાશ્મીરમાં દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ જમ્મુ-કાશ્મીરમાં 37 જગ્યાએ દરોડા પાડ્યા છે. CBIએ ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ પેપર લીક કેસમાં જમ્મુ ક્ષેત્રના 6 જિલ્લાઓમાં 37 સ્થળો પર દરોડા પાડ્યા. સીબીઆઈના દરોડામાં હજુ સુધી કોઈની ધરપકડના સમાચાર સામે આવ્યા નથી. હાલ CBEની તપાસ ચાલી રહી છે.

ગયા વર્ષે નાણા વિભાગ દ્વારા માર્ચના પ્રથમ સપ્તાહમાં એટલે કે 6 માર્ચે આ પરીક્ષા લેવામાં આવી હતી. તેનું પરિણામ 21 એપ્રિલે આવ્યું હતું. પરીક્ષાનું પરિણામ બહાર આવ્યા બાદ ગેરરીતિઓ જોવા મળી હતી. પરિણામમાં કઠુઆ અને અન્ય જિલ્લાઓમાંથી મહત્તમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ પછી, આમાં ગડબડની સંભાવનાને જોતા, સીબીઆઈ (CBI) એ આ કેસમાં તપાસ શરૂ કરી છે.

અગાઉ 31 જાન્યુઆરીના રોજ સીબીઆઈ (CBI) એ પેપર લીક કેસમાં હિમાચલ પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, યુપી, હરિયાણા સહિત 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. હિમાચલ પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટેની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના બે કેસની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ, ત્રણ સપ્તાહમાં માંગ્યો જવાબ

આ પણ વાંચો:અમેરિકાથી આ સમાચાર આવતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઈઝમાં 35%નો જોરદાર ઘટાડો, અન્ય કંપનીઓના શેર પણ થયા વેરવિખેર

આ પણ વાંચો:તાલિબાને મુંબઈ પર હુમલાની આપી ધમકી! NIAને ઈ-મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ લાગી તપાસમાં

આ પણ વાંચો:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત

આ પણ વાંચો:દારુ કૌભાંડમાં પહેલીવાર કેજરીવાલનું નામ, દિલ્હીના સીએમએ કહ્યું- ‘કાલ્પનિક’ છે ચાર્જશીટ