Not Set/ ગુમ થયો કચ્છનો યુવક, ઇસ્કોનનાં સાધુ પર લાગ્યા આરોપ, પરિવાર શોધમાં પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ અને સર્જાયા આવા દ્રશ્યો…

કચ્છનાં એક એન્જીન્યરીંગમાં ભણતા યુવકે ચૂપચાપ ભક્તિનો માર્ગ પકડ્યો, લોકોડાઉનનાં સમયમાં આ વિદ્યાર્થી દર્શન પારસીયાને ભક્તિ અને સાધનાનો રંગ અને સંગ લાગી ગયો. યુવકે ઇસ્કોનનાં

Gujarat Mantavya Exclusive
darshan ગુમ થયો કચ્છનો યુવક, ઇસ્કોનનાં સાધુ પર લાગ્યા આરોપ, પરિવાર શોધમાં પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ અને સર્જાયા આવા દ્રશ્યો...

કચ્છનાં એક એન્જીન્યરીંગમાં ભણતા યુવકે ચૂપચાપ ભક્તિનો માર્ગ પકડ્યો, લોકોડાઉનનાં સમયમાં આ વિદ્યાર્થી દર્શન પારસીયાને ભક્તિ અને સાધનાનો રંગ અને સંગ લાગી ગયો. યુવકે ઇસ્કોનનાં માર્ગે જવા માટે ઘરમાં વાત કરી માત-પિતાને સમજાવવા કોશિશ કરી. માતા-પિતાએ નનૈયો ભણતા 10 દિવસ પહેલા યુવક ઘરેથી ભક્તિ માર્ગે ચાલી નિકળ્યો. યુવકની શોધમાં માતા-પિતાએ આકાશ પાતાળ એક કર્યું અને અંતે પોતાનાં લાડકવાયાની  ભાળ ન મળતા પોલીસનાં શરણે પહોંચ્યા. સમગ્ર ઘટનામાં ફરી અંતે અમદાવાદનું ઇસ્કોન મંદિર વિવાદનાં ઘેરામાં આવ્યું છે.

વિગતવાર વાત કરવામાં આવે તો એક મધ્યમ વર્ગનાં પારસીયા પરિવારનો લાડકવાયો અમદાવાદમાં પોતાની અને પોતાના પરિવારનાં ઉન્ન્ત ભવિષ્યને આકાર આપવા માટે એન્જીનિયરીંગમાં દાખલ થયો. યુવકનું નામ દર્શન પારસીયા. વિદ્યાર્થી અમદાવાદમાં રહેતો અને ઇસ્કોન જાતા આવતા ભક્તિના માર્ગે વળ્યો. કોરોનાનાં કપરાકાળમાં લોકડાઉનનાં કારણે યુવક ઘરે કચ્છ હતો. એકાંતનાં આ સમયમાં દર્શાનને ભક્તિનાં દર્શન થયા અને તેને મનોમન સાધુ બની ભક્તિનો માર્ગ લેવાનું નક્કી કર્યું. યુવકે પોતાના મનની વાત પોતાના માતા-પિતાને કહી. સ્વાભાવિક છે કે માતા-પિતાએ લાડકવાયાની સાધુ બનવાની વાતનો વિરોધ કરી આ ક્ષણીક વૈરાગ્ય તરીખે ખપાવી જોઇએ તેટલી ગંભીરતાથી ન લીઘી

એક દિવસ દર્શને ઘર છોડી દીધુ અને કોઇને પણ કહ્યા વિના જ ક્યાંક જતો રહ્યો, યુવકનો ફોન બંધ, મીત્રોથી અલિપ્ત યુવકની ખોજ માતા-પિતાએ આદરી, માતાની તો આ મામલો સામે આવતા તબિચત પણ લથડી અને હોસ્પિટલના બીછોને પહોંચી ગયા. કચ્છનાં નખત્રાણાના નાના અંગીયા ગામનો યુવક 10 દિવસથી ગુમ હોઇ દર્શનના પરિવારજનો ચિંતાતુર બન્યા અને પરિવારજનોએ દર્શન ગૂમ થયાની પોલીસમાં અરજી આપી. નખત્રાણા પોલીસસ્ટેશને અરજી આપતા પોલીસે પણ દર્શનની શોધખોળ શરુ કરી.

પરિવાર સાથે પૂર્વે દર્શનને કરેલ વાત ચીતને આધારે પરિવારજનોદ્વારા ઇસ્કોનના સાધુ દ્વારા મોહજાળમાં ફસાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો. પરિજનો દ્વારા કહેવામાં આવ્યું કે, યુવાનને લલચાવી-ફોસલાવી ભ્રમિત કર્યા છે. ઇસ્કોનનાં સાધુ જયતીર્થચરણસ્વામી પર પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. સાથે સાથે પરિવારજનો દ્રારા યુવકને ગેરકાયદે ગોંધી રાખ્યો હોવાનો આરોપ પણ ઇસ્કોન અને ઇસ્કોનનાં સાધુ જયતીર્થચરણસ્વામી પર કરવામાં આવ્યા.

સામે દર્શન પારસીયા પણ ઇસ્કોનના સાધુના સહવાસમાં રહેવા મક્કમ છે. દર્શને મંતવ્ય ન્યૂઝનાં માધ્યમથી પોતાની સમગ્ર સ્ટોરી દુનિયા સામે રાખતા મંતવ્ય ન્યૂંઝ પર મોટો ધટસ્ફોટ કર્યો છે. દર્શન પોતાની વાત પર મક્કમ છે અને તેને ભક્તિનાં માર્ગે જવુ જ છે. સામે તેનો પરિવાર ગાંડાની જેમ છેલ્લા દસ દિવસથી પોતાનાં લાડકવાયાને શોધી રહ્યો છે તે પણ મંતવ્ય ન્યૂઝનાં ધટસ્ફોટ સાથે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યો. દર્શનનાં પિતા કાંતીભાઇ દ્વારા મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની વાત રાખતા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઘરે દર્શનના માતાની તબીયત ખરાબ હોવાનું જણાવવામાં આવ્યું. દર્શન દ્વારા પણ પોતાના પિતાની વાતને માન આપી ઘરે જવા તૈયારી બતાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે હું ઘરે જવા તૈયાર છું. માતાની તબીયત સારી થઇ જાય પછી પાછો અમદાવાદ ઇસ્કોનમાં સાઘુ બનવા પરત ફરીશ.

જોકે, પરિવાર મંતવ્ય ન્યૂઝ પર પરિવારજન અને ખાસ કરીને પિતા કાંતીભાઇ અને દર્શનનું મિલન થઇ ચૂક્યું છે અને હાલ ધી ના ઠામમાં ધી પડ્યો હોય તેવી રીતે પુત્ર માતા અને દાદીની તબીયતને ધ્યાનમાં રાખીને પિતા સાથે ઘરે પાછો ફરવા તૈયાર થઇ ચૂક્યો છે. જો કે, આ મામલે ઇસ્કોનનાં સાધુ પર લગાવેલા આક્ષેપો પણ ખોટા સાબિત થયા છે અને આજે મંતવ્ય ન્યૂઝ પર દસ દિવસથી ગાયબ પોતાનાં પુત્રને પિતા મળતા હદય ક્ષીણ દ્રશ્યો જોવામાં આવ્યા છે. પિતા, સાધુ અને દર્શનને પણ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો છે……

જુઓ આ ધટનાનો સંપૂર્ણ અહેવાલ –  ગુમથી મિલન સુધીની સમગ્ર કહાની Live…. 

https://www.youtube.com/watch?v=rC1qluLxzwQ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…