Not Set/ આ રેલ્વે સ્ટેશન ૧૫ લાખના ખર્ચે ફરકાવાશે ૧૦૦ ફૂટ ઉંચો એલઈડી તિરંગો

પટના પટના જંકશનના પરિસરમાં ૧૦૦ ફૂટ ઉંચો તિરંગો લહેરવામાં આવશે. આ તિરંગાની ખાસિયત એ છે કે તે કોઈ કાપડ નહી પરંતુ એલઈડી લાઈટથી ઝળહળી ઉઠશે. ૩૧ ડીસેમ્બર પહેલા આ તિરંગાને બનાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે આ તિરંગાને બનાવવા માટે ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રેલ્વે બોર્ડના નિર્દેશ પર રાષ્ટ્રીય પ્રતિક રૂપે […]

Top Stories India Trending
Indian Flag Flying wallpaper for pc free download આ રેલ્વે સ્ટેશન ૧૫ લાખના ખર્ચે ફરકાવાશે ૧૦૦ ફૂટ ઉંચો એલઈડી તિરંગો

પટના

પટના જંકશનના પરિસરમાં ૧૦૦ ફૂટ ઉંચો તિરંગો લહેરવામાં આવશે. આ તિરંગાની ખાસિયત એ છે કે તે કોઈ કાપડ નહી પરંતુ એલઈડી લાઈટથી ઝળહળી ઉઠશે.

૩૧ ડીસેમ્બર પહેલા આ તિરંગાને બનાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે આ તિરંગાને બનાવવા માટે ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

રેલ્વે બોર્ડના નિર્દેશ પર રાષ્ટ્રીય પ્રતિક રૂપે આ તિરંગાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ તિરંગો લાઈફટાઇમ સુધી અહિયાં સ્થાયી રહેશે.

ડીઆરએમ રંજન પ્રકાશ ઠાકુરે જણાવ્યું હતું કે પટના જંકશન પર એલઈડી તિરંગો લગાવવાનું કામ આવતા અઠવાડિયેથી શરુ કરવામાં આવશે. ઝોનના મુખ્ય કાર્યલય જોડેથી પણ આ બાબતે મંજુરી મળી ગઈ છે.

પટના જંકશન બાદ બીજા પણ મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશન પર તિરંગો લહેરવામાં આવશે.

એટલું જ નહી પણ આ તિરંગાની નાજુમાં મહાવીર મદિર પાસે મુસાફરોને આરામ કરવા માટે સ્થાયી શેડનું પણ નિર્માણ થશે. એક-એક શેડમાં આશરે ૫૦૦ યાત્રિકો રહી શકશે.

વધુમાં ડીઆરએમે જણાવ્યું હતું કે સ્થાયી શેડમાં યાત્રિકો માટે શૌચાલય અને મુત્રાલયની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત પીવાના પાણીની પણ વ્યવસ્થા હશે.