સજ્જડ બંધ/ બિલિયાળાના આગેવાન પર હુમલો-સરપંચને મારી નાંખવાની ધમકીના પગલે ગામ સ્વયંભુ બંધ 

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે કેટલાક શખ્સોએ બિલીયાળાના આગેવાન પર જીવલેણ હુમલો કર્યો હતો અને આગેવાનને સાથ ન દેવા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી

Gujarat
biliyala bandh1 બિલિયાળાના આગેવાન પર હુમલો-સરપંચને મારી નાંખવાની ધમકીના પગલે ગામ સ્વયંભુ બંધ 

 વિશ્વાસ ભોજાણી, ગોંડલ @મંતવ્ય ન્યૂઝ

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે કેટલાક શખ્સોએ બિલીયાળાના આગેવાન પર જીવલેણ હુમલો કર્યો હતો અને આગેવાનને સાથ ન દેવા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનામાં રોષે ભરાયેલા ગ્રામજનોએ સજ્જડ બંધ પાડ્યો હતો.

biliyala bandh 2 બિલિયાળાના આગેવાન પર હુમલો-સરપંચને મારી નાંખવાની ધમકીના પગલે ગામ સ્વયંભુ બંધ 

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના બિલિયાળા ગામે રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કિસાન ભોજનાલય ચલાવતા હંસરાજભાઈ ડોબરીયા ઉપર ઉમવાડા ચોકડીએ 10 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો હંસરાજભાઈની સારવાર અને સાથ સહકાર માટે ગામના સરપંચ દીપકભાઈ રૂપારેલીયા સહિતનાઓ દોડી ગયેલા હતા.જે હુમલાખોરોને ન ગમતા લાજવાને બદલે ગાજી સરપંચને જગા વિરમભાઈ ભરવાડ નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતાં, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

biliyala bandh 3 બિલિયાળાના આગેવાન પર હુમલો-સરપંચને મારી નાંખવાની ધમકીના પગલે ગામ સ્વયંભુ બંધ 

નાના એવા બિલિયાળા ગામ ના આગેવાન ને માર મારવાની ઘટના અને સરપંચને જાનથી મારી નાંખવાની ધમકીના પગલે ગ્રામજનો રોષે ભરાયા હોય સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગામના આગેવાન ઉપર ગામના અતુલ ખીંટ તેનો ભાઈ લાલો સહિતના દસ શખ્સોએ હુમલો કર્યો હતો.

biliyala bandh 4 બિલિયાળાના આગેવાન પર હુમલો-સરપંચને મારી નાંખવાની ધમકીના પગલે ગામ સ્વયંભુ બંધ 

majboor str 16 બિલિયાળાના આગેવાન પર હુમલો-સરપંચને મારી નાંખવાની ધમકીના પગલે ગામ સ્વયંભુ બંધ