અમેરિકા/ સુતી હતી પ્રેગ્નન્ટ પત્ની, બીજા રૂમમાં અરબપતિએ બનાવ્યા સગીરા સાથે જાતીય સંબંધ

ડુબિન કપલને વર્ષ 2009માં જાણ થઇ કે, એપ્સટેઇન એક યૌન અપરાધી હતો, જેને વેશ્યાવૃત્તિ માટે એક સગીરાનો ખરીદ-વેપારના આરોપમાં 13 મહિનાની જેલ થઇ હતી..

Top Stories World
YouTube Thumbnail 2024 01 13T124108.276 સુતી હતી પ્રેગ્નન્ટ પત્ની, બીજા રૂમમાં અરબપતિએ બનાવ્યા સગીરા સાથે જાતીય સંબંધ

અમેરિકી અબજોપતિ રોકાણકાર ગ્લેન ડુબિન પર વધુ એક ચોંકાવનારો આરોપ લાગ્યો છે, આરોપી જેફરી એપસ્ટેઇન મામલે કોર્ટના દસ્તાવેજમાં એક નવી બેંચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગ્લેનની પત્નીની ગર્ભાવસ્થા દરમિયાન જયારે તે એક રૂમમાં સુઈ રહી હતી, ત્યારે બીજા રૂમમાં ગ્લેને સગીરા સાથે જાતીય સંબંધ બનાવ્યા હતા. બિઝનેસ ઇનસાઇડરના રીપોર્ટ મુજબ, કોર્ટમાં નવા ડોક્યુમેન્ટ સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્લેન એપસ્ટેઇન સેક્સ ટ્રાફિકિંગની પીડિતામાંથી એક સાથે જાતીય સંબંધ બનાવ્યા હતા.

પીડિતા વર્જિનિયા રોબર્ટ્સ ગિફ્રે તે ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે, જયારે તે સગીરા હતી અને એપસ્ટીનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલ દ્વારા સેક્સ-ટ્રાફિકિંગ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016માં એક સ્ટેટમેન્ટ જયારે ગિફ્રને પૂછવામાં આવ્યું કે શું અબજોપતિ રોકાણકાર ગ્લેન ડુબિન જેમની ગર્ભવતી પત્ની અન્ય રૂમમાં સુઈ રહી હતી તો ત્યારે તેને હા માં જવાબ આપ્યો હતો. ગિફ્રે વારંવાર આરોપ લગાવ્યા કે જયારે તે સગીરા હતી ત્યારે જેફરી એપસ્ટેઇન અને મેક્સવેલે તેની સ્મગલિંગ ડુબિન અને અન્ય જાણીતી હસ્તીઓ પાસે કરી હતી. આ વચ્ચે ડુબિને તેની સાથે સંબંધ બનાવ્યા. 2016ના મંગળવારે રજૂ કરાયેલા તેના જુબાનીમાં, ગિફ્રેએ જણાવ્યું હતું કે તેણીને પ્રિન્સ સાથેના એક જાતીય સંબંધ માટે $10,000 થી $15,000 ની વચ્ચે ચૂકવવામાં આવી હતી.

જો કે, જયારે ગિફ્રને એ વિશે પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય ડુબિનની પત્ની ઈવા એન્ડરસન ડુબિન માટે સ્મગલિંગ કરી લઇ જવામાં આવી હતી, તો ત્યારે તેને નાં કહ્યું, ડુબિને પોતાના સંબંધો પર દુઃખ વ્યક્ત કર્યું છે. ડુબિન કપલને વર્ષ 2009માં જાણ થઇ કે, એપ્સટેઇન એક યૌન અપરાધી હતો, જેને વેશ્યાવૃત્તિ માટે એક સગીરાનો ખરીદ-વેપારના આરોપમાં 13 મહિનાની જેલ થઇ હતી. ઈવા ડુબિને તે સમયે એપ્સટેઇનના એક અધિકારીને ઈમેલ કરીને કહ્યું કે, તે એપ્સટેઇનની સાથે પોતાના 3 બાળકો સાથે 100 ટકા સરળ હતી, જેમાંથી બધા જ 18 વર્ષથી નાના હતા.

ફાઇનાન્સરને 2019માં સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં પકડાયા બાદ, ડુબિનના એક પ્રવક્તાએ જણાવ્યું કે, જો તેમને આ આરોપો અને અકલ્પનીય વર્તન વિશે જાણ હોતતો, તેઓએ બધાજ સંબંધો તોડી નાખ્યા હોત અને ચોક્કસપણે બાળકોને પણ અનુમતી ના આપતા. ઈવા એન્ડરસન ડુબિને 1980ના સમયગાળામાં એપ્સટાઈનને એક દાયકા સુધી ડેટ કર્યા હતા. ત્યારે ગ્લેન ડુબિન, જેને ઈવાએ 1994માં લગ્ન કર્યા, એપ્સટાઈન સાથે વ્યાપારિક સંબંધ બનાવ્યા અને સાથે જ તેઓએ હેજ ફંડમાં ઇન્વેસ્ટ કરી લાખોનું નુકસાન ભોગવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી