phone hacking/ વિપક્ષી નેતાઓના ફોન હેકના દાવા પર ભાજપે કહ્યું-‘જાઓ FIR નોંધાવો’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના ફોનને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 31T154455.702 વિપક્ષી નેતાઓના ફોન હેકના દાવા પર ભાજપે કહ્યું-'જાઓ FIR નોંધાવો'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના ફોનને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના ફેનને પણ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શશી થરૂર, પ્રિયંકા ચતુર્વેદી, રાઘવ ચઢ્ઢા, મહુઆ મોઈત્રા અને અસદુદ્દીન ઓવૈસી સહિતના ઘણા વિપક્ષી નેતાઓએ Apple તરફથી મળેલા એલર્ટના આધારે દાવો કર્યો હતો કે મોદી સરકાર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે.

ફરિયાદીએ મોબાઈલ કંપની સાથે વાત કરવી જોઈએઃ રવિશંકર પ્રસાદ

વિપક્ષી નેતાઓની ફરિયાદો સામે આવ્યા બાદ ભાજપે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આ મામલે કહ્યું કે, Apple કંપનીએ આ મામલે સ્પષ્ટતા આપવી જોઈએ. સાથે, તેમણે ફરિયાદીઓને સલાહ આપી કે તેઓ આ મામલે એફઆઈઆર નોંધાવી શકે છે.

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે,આ નેતાઓએ મોબાઈલ કંપની સાથે વાત કરવી જોઈએ અને પૂછવું જોઈએ કે મામલો શું છે. પરંતુ, હું મારા અનુભવથી કહેવા માગુ છું કે કોઈ ટેલિકોમ કંપની આવું કરતી નથી.

રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે,રાહુલ ગાંધીએ અગાઉ પેગાસસ વિશે દાવા કર્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી સમક્ષ આઇફોન સબમિટ કરવાનો ઇનકાર કર્યો હતો.” તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષી નેતાઓ અને ફરિયાદીઓને આ ચેતવણી અંગે સ્પષ્ટતા આપવાનું એપલનું કામ છે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાક લોકોને માત્ર ટીકા કરવાની આદત છે. આ દેશની પ્રગતિને પચાવી શકતા નથી. કેટલાક લોકોને ટીકા કરવાની આદત પડી ગઈ છે. એપલે 150 દેશોમાં એડવાઈઝરી જારી કરી છે.


whatsapp ad White Font big size 2 4 વિપક્ષી નેતાઓના ફોન હેકના દાવા પર ભાજપે કહ્યું-'જાઓ FIR નોંધાવો'


આ પણ વાંચો: Gujarat Forest Department/ દિવાળીમાં ગીરના ‘સિંહ’ જોવા થશે ભારે ધસારો, ગેરકાયદેસર ‘દર્શન રોકવા’ વનવિભાગની ઝુંબેશ

આ પણ વાંચો: Anti Defection Law/ શું છે પક્ષપલટા વિરોધી ધારો ? જાણો સાંસદો અને ધારાસભ્યોના પક્ષપલટાને લઈને શું છે નિયમ

આ પણ વાંચો: Indian Army/ ભારતીય સેનાએ સરહદ પર આ ઘાતક હથિયાર તૈનાત કર્યું!