Not Set/ જો બીડેને પણ ચાલી ભાજપની ચાલ કહ્યું, જો ચૂંટણી જીતી જશે તો બધા અમેરિકનોને કોરોના રસી મફતમાં મળશે…

જો બીડેને પણ ચાલી ભાજપની ચાલ કહ્યું, જો ચૂંટણી જીતી જશે તો બધા અમેરિકનોને કોરોના રસી મફતમાં મળશે…

Top Stories World
joe bidden જો બીડેને પણ ચાલી ભાજપની ચાલ કહ્યું, જો ચૂંટણી જીતી જશે તો બધા અમેરિકનોને કોરોના રસી મફતમાં મળશે...

ભારતમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સાથે અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. અને બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ જો પોતે ચૂંટણી જીતી જશે તો બધા બિહારીઓને મફતમાં કોરોના રસી આપવાનું વચન આપ્યું છે. તેવી જ રીતે અમેરિકામાં પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે. યુ.એસ. માં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે જ ડેમોક્રેટના ઉમેદવાર જો બિડેને અમેરિકનોને મફત રસી આપવાનું મોટું ચૂંટણી વચન આપ્યું છે. જો બિડેને શુક્રવારે કહ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ બને છે, તો તે કોવિડ -19 રસી બધા અમેરિકનો માટે મફત વિતરણ કરશે. તેમનું આ પગલું કોરોના સાથેના વ્યવહાર પ્રત્યેની રાષ્ટ્રીય વ્યૂહરચનાનો એક ભાગ હશે.

Cricket: મહાન ભારતીય ક્રિકેટર કપિલદેવને આવ્યો હાર્ટએટેક…

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરતા જો બીડેન જણાવે છે કે ટ્રમ્પ વહીવટ કોરોના વાયરસ મહામારી સાથે લડવામાં અસમર્થ રહ્યું છે. અને તેમણે કોરોના સામેના યુધ્ધમાં શરણાગતિ સ્વીકારી છે. યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીના માત્ર 11 દિવસ પહેલા, બિડેને કોરોના સાથેના વ્યવહાર વિશે કહ્યું હતું કે એકવાર અમારી પાસે સલામત અને અસરકારક રસી આવે છે, પછી તે દરેક અમેરિકન માટે મફત રહેશે, પછી ભલે તમારી પાસે વીમો હોય કે નહીં.

Who is Joe Biden? Bio, age, family, and key positions - Business Insider

બિડેને પણ કોરોનાથી યુ.એસ. માં થયેલા મોત પર ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કોરોનાને કારણે વિશ્વમાં સૌથી વધુ મોત 2,23,000 અમેરિકામાં થયા છે. તેમણે કહ્યું હતું કે તાજેતરના ઇતિહાસમાં વિશ્વમાં કોરોના જેવો રોગચાળો જોવા મળ્યો નથી. અહીં આઠ મહિના થયા છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોરોના વિરુદ્ધ લડવા માટે કોઈ પ્લાન નથી.

US becomes first country to record over 2,000 coronavirus deaths in last 24  hours: Report

તેમણે વધુમાં કહ્યું કે, જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવે છે, તો તેઓ પહેલા રાષ્ટ્રીય વ્યૂહરચના અમલમાં મૂકશે જેથી વાયરસને હરાવી શકાય.  અને જીવનને સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવે. તેમાં તમામ 50 રાજ્યોના રાજ્યપાલોના મંતવ્યો પણ શામેલ હશે. બિડેને કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, હું કોંગ્રેસને અપીલ કરીશ કે વાયરસ સામેના વ્યવહાર માટેનું દરેક બિલ પસાર થાય, દરેક જગ્યાએ માસ્ક ફરજિયાત હોય અને રાષ્ટ્રીય પરીક્ષણ યોજના લાગુ કરવામાં આવે.

Navratri: હૃદયના સાચા ભાવથી જો ‘મા’ની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ રીઝે છેR…

તમને જણાવી દઇએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં તેના ચૂંટણી ઢંઢેરામાં સૌથી મોટા ચૂંટણી વચન તરીકે નિશુલ્ક કોરોના રસી હતી. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી વચનમાં જણાવ્યું છે કે કોરોના રસી બિહારમાં તેની સરકાર સત્તામાં આવે તો નિશુલ્ક રસી આપવામાં આવશે.