Gujarat election 2022/ ગુજરાતમાં ટિકિટ ન મળતા ઉમેદવારોની નારાજગી દૂર કરવા ભાજપે ટોચના નેતાઓને જવાબદારી સોંપી

ભાજપે એકસાથે 160 ઉમેદવારોના નામ એક સાથે જાહેર કર્યા હતા એમા કેટલાક દિગ્ગજોની ટિકિટ કાપી નાંખી હતી જેના લીધે વિરોધ વંટોળ હાલ ખુબ જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
20 4 ગુજરાતમાં ટિકિટ ન મળતા ઉમેદવારોની નારાજગી દૂર કરવા ભાજપે ટોચના નેતાઓને જવાબદારી સોંપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે એકસાથે 160 ઉમેદવારોના નામ એક સાથે જાહેર કર્યા હતા એમા કેટલાક દિગ્ગજોની ટિકિટ કાપી નાંખી હતી જેના લીધે વિરોધ વંટોળ હાલ ખુબ જોવા મળી રહ્યો છે. કેટલાક ધારાસભ્યો પણ નારાજ હોવાનું બહાર આવ્યું છે.આ પરિસ્થિતિને થાળે પાડવા માટે એટલે કે ડેમેજ કંટ્રોલ કરવા માટે ટોચના નેતાઓને જવાબદારી સોંપી છે. ધારાસભ્યો અને કાર્યકરોને મનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

ભાજપમાં ટિકિટ ન મળી હોય એવા નેતાઓ તથા સતત જીતતા  ઉમેદવારોની યાદીમાં સામેલ ન કરવામાં આવતા ભાજપ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા  છે. નેતાઓની સાથે કાર્યકર્તાઓ પણ અત્યારે વિરોધના વંટોળમાં છે. આમાંથી ઘણા નેતાઓએ તો અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  મધ્ય ગુજરાતમાં 6 જીતેલા ધારાસભ્યોના પત્તા કપાતા તેઓ નારાજ છે. તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં પણ અત્યારે રોષ પ્રસરી ગયો છે. તેવામાં ઉત્તર ગુજરાત ,સૌરાષ્ટ્ના મોટાભાગના નેતાઓની ટિકિટ કપાઈ જતા આ વિસ્તારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  કુલ 11 બેઠકો એવી છે જ્યાં સ્થાનિક આગેવાનો અને સમર્થકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવામાં ડેમેજ કંટ્રોલ માટે ભાજપે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યાની માહિતી મળી રહી છે. તેઓ ઝોન પ્રમાણે રૂબરૂ મુલાકાત કરી નારાજગી દૂર કરવા પ્રયત્નો કરી રહ્યા છે.