Not Set/ ગોંડલ/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત ડમીકાંડ મામલે ભાજપના નેતા 4 વર્ષ માટે સસ્પેન્ડ, કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના બહુચર્ચિત ડમીકાંડ  મામલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે સાથે ગોંડલની MB કોલેજનું પરીક્ષા કેન્દ્ર પણ રદ્દ કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં અલ્પેશ ઢોલરીયા ની ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સહી અલગ હોવાનું સામે આવતા […]

Gujarat Others
caa 12 ગોંડલ/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત ડમીકાંડ મામલે ભાજપના નેતા 4 વર્ષ માટે સસ્પેન્ડ, કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના બહુચર્ચિત ડમીકાંડ  મામલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે સાથે ગોંડલની MB કોલેજનું પરીક્ષા કેન્દ્ર પણ રદ્દ કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં અલ્પેશ ઢોલરીયા ની ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સહી અલગ હોવાનું સામે આવતા અલ્પેશ સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ /સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ધ્રુતરાષ્ટ્ર યુનિવર્સીટી, 34 ઉત્તરવહીમાં એક સરખું લખાણ

ગોંડલ ભાજપના નેતા અલ્પેશ ઢોલરીયા  સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડતા મામલો ચર્ચામાં આવ્યો હતો. અને ચર્ચાના ચકડોળે ચઢ્યો હતો. પરંતુ અલ્પેશ ઢોલરીયા ભાજપનો નેતા હોવાને નાતે તેની સામે પગલા ભરવામાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ગલ્લાતલ્લા કરતી હતી. પરંતુ આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અલ્પેશ ઢોલરીયા સામે પગલા લેવાની ફરજ પડી અને તેને આવનારા ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સાથે સાથે ગોંડલની એમબી કોલેજનું પરીક્ષા કેન્દ્ર  પણ રદ કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.