જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. જે બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મામલો કઠુઆના હીરાનગરનો છે. ભાજપના નેતા ત્રણ દિવસથી ગુમ હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સાથે જ ભાજપના નેતાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
કઠુઆ જિલ્લાના હીરાનગરમાં ભાજપના નેતા સોમરાજનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો. પોલીસે મામલાની તપાસ માટે SITની રચના કરી છે. આ સાથે પોસ્ટમોર્ટમ માટે 4 ડોક્ટરોનું બોર્ડ બનાવવામાં આવ્યું છે. કઠુઆના એસએસપી આરસી કોટવાલે કહ્યું કે તપાસ ચાલી રહી છે.
J&K | BJP leader Som Raj’s body found hanging from a tree in Kathua
A hanging incident occurred in Hiranagar. SIT constituted, along with a 4-member board of doctors for post-mortem. FIR to be filed; probe underway; we’ll look into the cause of death: SSP Kathua RC Kotwal (23.8) pic.twitter.com/Qc3UmoN1DF
— ANI (@ANI) August 24, 2022
પોલીસે જણાવ્યું કે સોમ રાજનો મૃતદેહ કઠુઆના હીરાનગરમાં તેના ઘરથી થોડે દૂર એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. એક ગ્રામજનોએ મૃતદેહ જોયો અને પોલીસને જાણ કરી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. તેમણે જણાવ્યું કે શરીર પર લોહીના નિશાન હતા.