Not Set/ ભાજપ ધારાસભ્યની બફાટ, કહ્યુ મુસ્લિમ 50 પત્નિઓ રાખી પેદા કરે છે 1050 બાળકો

હંમેશા વિવાદોમાં અગ્રેસર રહેતા ભાજપનાં ધારાસભ્ય સુરેંદ્ર સિંહએ એકવાર ફરી પોતાના કંઠથી વિવાદને જન્મ આપ્યો છે. આ વખતે તેમણે મુસલમાન પતિ, પત્નિ અને બાળકોની વાત કરી વિવાદને ઉભો કર્યો છે. સુરેંદ્ર સિંહનું કહેવુ છે કે, મુસ્લિમોમાં એક-એક પુરુષને 50-50 પત્નિઓ હોય છે જેના 1050 બાળકો હોય છે. તેમણે આને જાનવર પ્રવૃત્તિ બતાવી હતી. આ નિવેદન […]

Top Stories India
Decline in society s morals to blame for rapes UP BJP MLA Surendra ભાજપ ધારાસભ્યની બફાટ, કહ્યુ મુસ્લિમ 50 પત્નિઓ રાખી પેદા કરે છે 1050 બાળકો

હંમેશા વિવાદોમાં અગ્રેસર રહેતા ભાજપનાં ધારાસભ્ય સુરેંદ્ર સિંહએ એકવાર ફરી પોતાના કંઠથી વિવાદને જન્મ આપ્યો છે. આ વખતે તેમણે મુસલમાન પતિ, પત્નિ અને બાળકોની વાત કરી વિવાદને ઉભો કર્યો છે. સુરેંદ્ર સિંહનું કહેવુ છે કે, મુસ્લિમોમાં એક-એક પુરુષને 50-50 પત્નિઓ હોય છે જેના 1050 બાળકો હોય છે. તેમણે આને જાનવર પ્રવૃત્તિ બતાવી હતી. આ નિવેદન આપતો વીડિયો પણ સામે આવ્યો છે. તેમણે આને પરંપરા નહી પણ જાનવર પ્રવૃત્તિ બતાવી છે.

વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશા ચર્ચામાં બની રહેતા સુરેંદ્ર સિંહ યુપીનાં બલિયા જિલ્લાનાં બૈરિયા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય છે. તેમણે પોતાની વાતને મીડિયા સમક્ષ રજૂ કરતા જણાવ્યુ કે, વર્ષ 2024માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં 100 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. પૂરી સંભાવનાઓ છે કે વર્ષ 2024માં ભારત હિન્દુ રાષ્ટ્ર જાહેર થઇ જાય.

ધારાસભ્ય સુરેંદ્ર સિંહ આટલુ કહીને ન રોકાયા, તેમણે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીની તુલના લંકિની સાથે કરતા કહ્યુ કે, હનુમાન રૂપી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળનું અડધુ લંકા દહન કરી દીધુ છે અને વિધાનસભા ચૂંટણીમાં લંકાનું પૂર્ણ દહન થઇ જશે.

PM મોદીનાં અનન્ય ચાહક ધારાસભ્ય સુરેંદ્ર સિંહે વડાપ્રધાન નરેદ્ર મોદીની તુલના ભગવાન રામ સાથે કરતા કહ્યુ કે, મોદી રૂપી રામ તૃણમૂલ કોંગ્રેસમાંથી જ કોઇ વિભીષણની પસંદગી કરી તેમને પશ્ચિમ બંગાળની સત્તા સોંપી દેશે. તેમણે આ પહેલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાંબ્દિક પ્રહાર કરતા કહ્યુ હતુ કે તેમના ભાગ્યમાં ક્યારે પણ વડાપ્રધાન બનવાનું લખાયુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન