Patan/ રાધનપુરમાં પાણી મુદ્દે હોબાળો થતાં BJPના ધારાસભ્યએ ગાડીમાં બેસી ચાલતી પકડી

સભામાં સ્થાનિક લોકોએ મીઠા પાણીનો મુદ્દો ઉઠાવતા માહોલ ગરમાયો હતો

Gujarat Others Trending
BJP MLA Lavingji Thakor left the meeting due to a dispute over water in Radhanpur રાધનપુરમાં પાણી મુદ્દે હોબાળો થતાં BJPના ધારાસભ્યએ ગાડીમાં બેસી ચાલતી પકડી

રાધનપુરઃ પાટણ જીલ્લામાં રાધનપુર ભાજપના ધારાસભ્યને લોકોના રોષનો ભોગ બનવું પડહ્યું હતું. સ્થિતિ એ હદ સુધી વણસી કે ધારાસભ્યને સભા અધુરી છોડી ગાડીમાં બેસી ચલતી પકડવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરગંજ ગામમાં સભાનું આયોજન કરાયું હતું. પ્રાથમિક શાળામાં યોજાયેલી સભામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હાજર હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ મીઠા પાણીનો મુદ્દો ઉઠાવતા માહોલ ગરમાયો હતો.

ગામના લોકોએ પીવાના પાણીની માગને લઇ ધારાસભ્ય સાથે બોલાચાલી કરી હતી. સ્થાનિકોએ પાણીની માગને લઇ સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ હતી. ધારાસભ્ય લવિંગજી ઠાકોર સભામાં બોલતા રહ્યા કે “શાંતિ રાખો”. પરંતુ ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈ હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ અને નેતાઓએ સભા સ્થળેથી ભાગવું પડ્યું હતું.

પ્રજાના રોષનો ભોગ બનેલા બીજેપી ધારાસભ્ય લવિંગજી ઠાકોર ગાડીમાં બેસી સાયરન વગાડતા નીકળી ગયા હતા.


આ પણ વાંચોઃ બિહાર/ ગુજરાતી ઠગ નિવેદન પર તેજસ્વીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, SCએ અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર મૂક્યો સ્ટે

આ પણ વાંચોઃ Earthquake/ દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ચાર દિવસમાં બીજી વખત ધ્રૂજી ધરતી

આ પણ વાંચોઃ વલસાડ/ DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું


પાટણ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

પાટણ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.