Not Set/ Live: ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ 8 બેઠક પર કેસરિયો

આજે ગુજરાત રાજ્યની 8 બેઠકો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે અને 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. સવારે 8 વાગ્યાથી તમામ જિલ્લાના મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.

Gujarat Others
a 100 Live: ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ 8 બેઠક પર કેસરિયો

આજે ગુજરાત રાજ્યની 8 બેઠકો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે અને 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. સવારે 8 વાગ્યાથી તમામ જિલ્લાના મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. મતગણતરી કેન્દ્રો પર તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. 17 મતદાન મથક પર EVM થી મતગણતરી થઈ છે. કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાઈ છે. આવામાં હવે જોવાનું એ રહેશે કે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરમાં કોણ બાજી મારી જાય છે.

આપને જણાવી દઈએ કે, દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મત ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે મોનીટર ડિસ્પ્લે મુકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટિમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.

Live UPDATE…

ધારીમાં ભાજપની લીડમાં સતત થઈ રહ્યો છે વધારો
25માં રાઉન્ડના અંતે ભાજપની લીડ પહોંચી 15716 પર

અબડાસા પેટા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય
ભાજપના ઉમેદવાર પદ્યુમ્નસિંહ જાડેજાની થઈ જીત
37928 હજાર થી મતથી મેળવી જીત
અબડાસા માં રચાયો ઇતિહાસ
37928 મતથી ભાજપ ઉમેદવારની થઈ જીત

મોરબીમાં ભાજપની જીત
ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાની જીત
મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજાની જીત
બ્રિજેશ મેરજાએ કાર્યકર્તાઓનો માન્યો આભારઃ

ડાંગમાં ભાજપ જંગી સરસાઈ તરફ

વિજય પટેલ 40892 મતથી આગળ

24માં રાઉન્ડના અંતે બીજેપી આગળ

વલસાડ ની કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર જંગી લીડ થી જીત તરફ આગેકૂચ

અત્યાર સુધી કુલ 27 રાઉન્ડ માંથી 16 રાઉન્ડ ની મતગણતરી પૂર્ણ

16માં રાઉન્ડ ના અંતે ભાજપ ના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 29484 મતો ની લીડ થી આગેકૂચ

અત્યાર સુધી થયેલ કુલ 190459 મતદાન માંથી 112969 મતો ની મતગણતરી થઈ ચૂકી છે

ભાજપ ના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી ની જીત નિશ્ચિત

અબડાસા પેટા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય
ભાજપના ઉમેદવાર પદ્યુમ્નસિંહ જાડેજાની થઈ જીત
36 હજારથી વધુ મતથી મેળવી જીત
પ્રદ્યુમ્નસિંહ જાડેજા નું આવતી કાલે વિજય સરઘસ નીકળશે

લીંબડીમાં કિરીટસિંહના આંખમાં હર્ષના આંસુ
લીંબડીની જીતથી થયા કિરીટસિંહ ગળગળા
લીંબડીની પ્રજાનો માન્યો આભાર

કપરાડા બેઠક પર ભાજપ ઉમેદવારની સરસાઈમાં વધારો
15 રાઉન્ડના અંતે 26681 મતથી આગળ

ધારીમાં ભાજપની લીડમાં સતત થઈ રહ્યો છે વધારો
23માં રાઉન્ડના અંતે ભાજપની લીડ પહોંચી 14782 પર

ડાંગમાં કોંગ્રેસના ગઢમાં ભાજપનો વિજય
ભાજપના વિજય પટેલનો વિજય
ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
વિજય પટેલના સન્માનમાં વિજય સરઘસ

અબડાસામાં ભાજપની જીતના પગલે ખુશી
પ્રદ્યુમનસિંહ જાડેજાને આવકારવા બહાર લોકોની લાઈન
ઢોલ સાથે પ્રદ્યુમનસિંહ જાડેજાને સત્કારવામાં આવશે

ગઢડા બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો
બીજેપીના આત્મારામ પરમારનો થયો વિજય
ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારનો થયો વિજય
આત્મારામ પરમારનો 20 હજાર થી વધુ મતે વિજય

મોરબીમાં બ્રિજેશ મેરજા જીત તરફ આગળ વધ્યા

બ્રિજેશ મેરજા હવે 4173 મતથી આગળ

32મા રાઉન્ડ બાદ કોંગ્રેસના જયંતિ જેરાજ પાછળ

32મા રાઉન્ડમાં મેરજાને 1775 મત મળ્યા

31મા રાઉન્ડમાં અપક્ષના પરમાર વસંતે કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા

વસંતભાઇને 1262 તો કોંગ્રેસને 887 મત મળ્યા

32 રાઉન્ડ બાદ હવે અંદાજે 14 હજાર વોટ ગણવાના બાકી

 

લીંબડીમાં ભાજપ જંગી સરસાઈ તરફ

કિરીટસિંહ રાણા 26866 મતથી આગળ

35માં રાઉન્ડના અંતે બીજેપી આગળ

મોરબીમાં 32મો રાઉન્ડ પૂર્ણ
ભાજપને 4173 મતની લીડ

અબડાસામાં વિક્રમ સર્જક લીડ તરફ ભાજપ

28 રાઉન્ડ બાદ ભાજપને 34620 મતની સરસાઈ

ધારીમાં વધુ 2 EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
લાખાપદર અને ધારગણીના EVM સાઈડમાં મુકાયા
આ પહેલા 2 EVM ખોટકાયા હતા
જેથી 4 EVMને સાઈડમાં મુકાયા

  • મોરબી 31મો રાઉન્ડ થયો પૂરો
  • મોરબી બેઠક પર કશ્મકશની લડાઈ
  • ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ
  • 3580 મતોથી બ્રિજેશ મેરજા આગળ
  • મોરબી 30મો રાઉન્ડ થયો પૂરો
  • મોરબી બેઠક પર કશ્મકશની લડાઈ
  • હજુ ચાર રાઉન્ડ બાકી
  • ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ
  • 2572 મતોથી બ્રિજેશ મેરજા આગળ

અબડાસામાં વિક્રમ સર્જક લીડ તરફ ભાજપ

26 રાઉન્ડ બાદ ભાજપને 30276 મતની સરસાઈ

લીંબડીમાં ભાજપ જંગી સરસાઈ તરફ

કિરીટસિંહ રાણા 24298 મતથી આગળ

29માં રાઉન્ડના અંતે બીજેપી આગળ

ગઢડા બેઠક પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ મેદાન છોડ્યું
મોહન સોલંકી મતગણતરી કેન્દ્ર પરથી બહાર નીકળ્યા
કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વીકારી
લોકોનો માન્યો આભાર
કોંગ્રસની હાર નથી,
ભાજપની તોડજોડની નીતિ છેઃ મોહન સોલંકી

ધારીમાં ભાજપની લીડમાં સતત થઈ રહ્યો છે વધારો
19માં રાઉન્ડના અંતે ભાજપની લીડ પહોંચી 9954 પર

મોરબી 28મો રાઉન્ડ થયો પૂરો
મોરબી બેઠક પર કશ્મકશની લડાઈ
ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ
1785 મતોથી બ્રિજેશ મેરજા આગળ

અબડાસામાં વિક્રમ સર્જક લીડ તરફ ભાજપ

24 રાઉન્ડ બાદ ભાજપને 28594 મતની સરસાઈ

કપરાડા વિધાનસભા બેઠકની મતગણતરી
બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ
પોસ્ટલ બેલેટમાં ભાજપને 265 મતોની લીડ
ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની લીડમાં વધારો

કરજણ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વીકારી
કિરીટસિંહ જાડેજાએ હાર સ્વીકારી
મત ગણતરી કેન્દ્રમાંથી બહાર નિકળી ગયાં કિરીટસિંહ જાડેજા
કિરીટસિંહ જાડેજાએ મતદારોનો આભાર માન્યો
ભાજપ પર સામ દામ દંડ ભેદ અપનાવ્યાનો આરોપ
ગૃહમંત્રીએ કરજણમાં રહી સત્તાનો દુરુપયોગ કર્યો : કિરીટસિંહ
મતદારોએ ભાજપની લાલચમાં આવીને મત આપ્યાં : કિરીટસિંહ
અમારા કાર્યકરોને ધમકાવી ભાજપે પ્રચાર ન કરવા દીધો : કિરીટસિંહ
ભાજપે દારૂ અને રૂપિયાનાં જોરે મતદારોને ખરીદ્યા : કિરીટસિંહ
યોગ્ય ચાલશે તો જ અક્ષય પટેલને અભિનંદન આપીશ : કિરીટસિંહ

મોરબીમાં ભાજપની લીડમાં ઘટાડો
21માં રાઉન્ડના અંતે ભાજપ 2454 મતે આગળ

લીંબડીમાં ભાજપ જંગી સરસાઈ તરફ
કિરીટસિંહ રાણા 23875 મતથી આગળ
24માં રાઉન્ડના અંતે બીજેપી આગળ

ડાંગમાં પણ ભાજપ વિજય તરફ
17માં રાઉન્ડના અંતે ભાજપની લીડમાં વધારો
ભાજપ ઉમેદવાર વિજય પટેલ 28788 મતથી આગળ

ડાંગ બેઠક ઉપર વિજય પટેલ નો ભવ્ય વિજય તરફ અગર વધી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લા ભાજપ ના કાર્યકર્તા ઓ તેમજ વિજય પટેલ ના ધર્મપત્ની પણ જશન મનવી રહ્યા છે

કપરાડા બેઠક પર ભાજપ ઉમેદવારની સરસાઈમાં વધારો
10 રાઉન્ડના અંતે 18278 મતથી આગળ
ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરી 18278 મતથી આગળ

અબડાસામાં જબરો ઉલટફેર
બેટ સામે પંજો નીચે પછડાયો
અપક્ષ ઉમેદવાર બીજા ક્રમે

કરજણ બેઠક પર મતગણતરી
19માં રાઉન્ડના અંતે ભાજપ આગળ
અક્ષય પટેલ 6322 મતથી આગળ

ધારીમાં ભાજપની લીડમાં સતત થઈ રહ્યો છે વધારો
13માં રાઉન્ડના અંતે ભાજપની લીડ પહોંચી 6800 પર

અબડાસામાં વિક્રમ સર્જક લીડ તરફ ભાજપ
17 રાઉન્ડ બાદ ભાજપને 19521 મતની સરસાઈ

મોરબીમાં પણ ભાજપ વિજય તરફ
18 માં રાઉન્ડના અંતે ભાજપની લીડ 3203

મોરબી 17મો રાઉન્ડ થયો પૂરો
મોરબી બેઠક પર કશ્મકશની લડાઈ
ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ
1022 મતોથી બ્રિજેશ મેરજા આગળ

ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 14 રાઉન્ડ માં 15523 હજાર મતો થી આગળ.ગઢડા તાલુકામાં ગણતરી શરૂ

ધારી મતગણતરી દરમિયાન 2 EVM બંધ થયા
ધારીના હામાપુર અને વાઘાપરાના EVM થયા બંધ
ટેક્નિકલ ખામી સર્જાતા EVM થયા લોક
મતગણતરીના અંતે વીવીપેટ મતગણતરી થશે
બંને EVMના મત વીવીપેટ થી ગણવામાં આવશે

8 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી
ભાજપે તમામ બેઠકો પર મેળવી સરસાઈ
કોંગ્રેસના તમામ 8 બેઠકો પર પાછળ
કોંગ્રેસ કાર્યાલય ખાતે છવાયો છે સન્નાટો
તમામ કોંગી નેતાની ગેરહાજરી જોવા મળી

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા CM નિવાસસ્થાને
CM રૂપાણી-પાટીલ વચ્ચે મળી બેઠક
કમલમ આવતા પહેલા મહત્વની થઇ ચર્ચા
બેઠક બાદ કમલમ ખાતે મનાવાશે વિજયોત્સવ

કરજણ બેઠક પર સર્જાયો અપસેટ
ભાજપની લીડમાં થયો મોટો ઘટાડો
16માં રાઉન્ડના અંતે ભાજપની સરસાઇ ઘટી
ભાજપ ઉમેદવારની 2265 મતની લીડ ઘટી

લીંબડી અને ડાંગમાં ભાજપને ખોબલે ખોબલે મત
બંને સીટ પર ભાજપને 20,000ની લીડ

અબડાસામાં વિક્રમ સર્જક લીડ તરફ ભાજપ
15 રાઉન્ડ બાદ ભાજપને 17312 મતની સરસાઈ

મોરબી 15મો રાઉન્ડ થયો પૂરો
મોરબી બેઠક પર કશ્મકશની લડાઈ
ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ
1008 મતોથી બ્રિજેશ મેરજા આગળ

મોરબીમાં ફરી સીન પલટાયો
કોંગ્રેસને પછાડીને ભાજપ આગળ
14 રાઉન્ડના અંતે ભાજપને 728 મતની લીડ
ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ

કપરાડા બેઠક પર મતગણતરીનો 7 રાઉન્ડના અંતે ભાજપની સરસાઇ વધી, ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરી 11,987 મતથી આગળ

ધારી બેઠક પર આઠ રાઉન્ડ પૂર્ણ થયો, ભાજપ 4000 કરતા વધુ મતથી આગળ, તો કોંગ્રેસ ઉમેદવાર કાઉન્ટિંગ સેન્ટર પર ફરક્યા નહીં
માત્ર સુરેશ કોટડિયાના એજન્ટની જ હાજરી.કાઉન્ટિંગ સેન્ટર બહાર ભાજપના સમર્થકોનો જમાવડો

મોરબી બેઠક પર ભારે રસાકસી, મતગણતરીનો 13મો રાઉન્ડ પૂર્ણ થયો. કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલ  251 મતથી આગળ

મોરબી બેઠક પર સર્જાયો અપસેટ,ભાજપ ઉમેદવાર માત્ર 30 મતોથી આગળ છે.કોંગ્રેસ ઉમેદવારની લીડમાં સતત ઘટાડો
12માં રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવારની સરસાઈ ઘટી છે.જયંતિ પટેલ માત્ર 370 મતથી આગળ

લીંબડી બેઠક પર મતગણતરીનો 13માં રાઉન્ડના અંતે ભાજપની વધી સરસાઈ, ભાજપ ઉમેદવાર જંગી સરસાઈ તરફ આગળ
કિરીટસિંહ રાણા 17,018 મતથી આગળ

11 વાગ્યા સુધીના પરિણામમાં ભાજપને 54.33 ટકા વોટ શેર મળ્યો છે. તો કોંગ્રેસને 34.19 ટકા મત મળ્યા છે.

ધારીમાં ભાજપ ઉમેદવાર આગળ છે. 9 રાઉન્ડના અંતે ભાજપની લીડ વધીછે.જે.વી. કાકડિયા 4,380 મતથી આગળ ચાલી રહ્યા છે.

મોરબીમાં ઉલટફેરના સંકેત,કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 11 માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 556 મતે આગળ

અબડાસામાં ભાજપની જીત નિશ્ચિત,મતગણતરીનો 10મો રાઉન્ડ પૂર્ણ થયો. ભાજપ ઉમેદવાર 11,541 મતથી આગળ છે. તો મતગણતરી કેન્દ્રની બહાર જીતની તૈયારીઓ શરુ.

કપરાડા બેઠક પર ભાજપ ઉમેદવારની સરસાઈમાં વધારો થયો છે. 5 રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરી 7402 મતથી આગળ

લીંબડીમાં ભાજપ જંગી સરસાઈ તરફ, કિરીટસિંહ રાણા 15241 મતથી આગળ

ડાંગમાં 8માં રાઉન્ડના અંતે ભાજપની લીડમાં વધારો જોવા મળી રહ્યો છે. 12585 મતથી ભાજપના નેતા આગળ ચાલી રહ્યા છે.

કરજણ બેઠકની મત ગણતરી સાતમો રાઉન્ડ, બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 19,125 મત મળ્યાં

ધારી વિધાનસભાની બેઠક પર મતગણતરીના 6 રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર આગળ, જે.વી.કાકડિયા 1900 કરતા વધુ મતથી આગળ.

61 લીંબડી  વિધાનસભા ની ચૂંટણીમાં દસ રાઉન્ડ ના અંતે  ભાજપના ઉમેદવાર  કિરિટસિંહ  આગળ 13829 મતે આગળ.ભાજપના ઉમેદવાર કિરિટસિંહને  24062 મળ્યા મત.કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 10223 મળ્યા મત.

મોરબી બેઠક પર પેટાચૂંટણી પર મતગણતરી
મોરબી 49 લક્ષ્મીવાસનું EVM ખોટકાયું
35 રાઉન્ડ બાદ VVPAT ની સ્લીપ ગણાશે

લીંબડી ભાજપ ઉમેદવારને મળી સરસાઇ, 9માં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવારને લીડ મળી,ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણા
12,466 મતથી આગળ

કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ મત 9440 મળ્યા છે. ત્યારે  કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 6191 મત મળ્યા છે.

ડાંગ બેઠક પર વિજય પટેલ 6243 મતથી આગળ  છે. જેથી મતદાન કેન્દ્ર પર ભાજપના કાર્યકર્તાઓમા ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તા એકઠા થયા છે.

મોરબી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને લીડ મળી છે. 8 રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવાર આગળ છે. કોગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલને 3285 મત મળ્યા છે.

ક્યાં કેટલા રાઉન્ડમાં થશે ગણતરી?

અબડાસા 30 રાઉન્ડ

લીંબડી 42 રાઉન્ડ

મોરબી 34 રાઉન્ડ

ધારી 29 રાઉન્ડ

ગઢડા 27 રાઉન્ડ

કપરાડા 27 રાઉન્ડ

કરજણ 28 રાઉન્ડ

ડાંગ 36 રાઉન્ડ