BJP strategy/ 2024ની ચૂંટણીને લઈને ભાજપની ‘સ્ટ્રાઇકર’ વ્યૂહરચના

ભાજપે 2024ની ચૂંટણીને લઈને સ્ટ્રાઇકર વ્યૂહરચના અપનાવી છે. આ વ્યૂહરચના હેઠળ ભાજપ વિપક્ષના જાણીતા પણ હાંસિયે ધકેલાઈ ગયેલા અથવા તો જબરજસ્ત પ્રભાવ ધરાવતા આગેવાનોને તેનામાં સામેલ કરવા માંગે છે.

Mantavya Exclusive
BJP Parliamentary election 2024ની ચૂંટણીને લઈને ભાજપની ‘સ્ટ્રાઇકર’ વ્યૂહરચના

ભાજપે 2024ની ચૂંટણીને લઈને સ્ટ્રાઇકર BJP Strategy વ્યૂહરચના અપનાવી છે. આ વ્યૂહરચના હેઠળ ભાજપ વિપક્ષના જાણીતા પણ હાંસિયે ધકેલાઈ ગયેલા અથવા તો જબરજસ્ત પ્રભાવ ધરાવતા આગેવાનોને તેનામાં સામેલ કરવા માંગે છે. તેનું સૌથી વધુ ધ્યાન ઉત્તરપ્રદેશ પર છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ બેઠક જીતવા માંગતો હોવાથી તે અહીં સપાને બરોબરનો મોટો ફટકો મારવા તેના જાણીતા નેતાઓને ખેરવવા માટે તૈયાર છે. આ સિવાય બીજા રાજ્યોમાં પણ તે આ વ્યૂહરચના અપનાવી શકે છે. એનસીપી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

દેશમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં BJP Strategy હવે વધુ સમય બાકી નથી. જેને જોતા તમામ મુખ્ય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. જ્યારે વિરોધ પક્ષોએ મહાગઠબંધન કર્યું છે, ત્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએનું કુળ પણ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપીનો માસ્ટર પ્લાન દર મહિને અન્ય પાર્ટીઓના નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાનો છે.

સપાના ધારાસભ્ય દારા સિંહ ચૌહાણ ભાજપમાં BJP Strategy જોડાયા છે. સુભાસ્પાના પ્રમુખ ઓપી રાજભર અને એલજેપીના ચિરાગ પાસવાન પણ હવે ભાજપ સાથે છે. આ સિવાય 24 જુલાઈએ સપા અને એલડીના ઘણા નેતાઓ પાર્ટીમાં સામેલ થશે.

આ નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે

સૂત્રોનું કહેવું છે કે આરએલડી નેતા અને પૂર્વ સાંસદ BJP Strategy રાજપાલ સૈની ભાજપમાં જોડાઈ શકે છે. આ સિવાય પૂર્વ મંત્રી સાહેબ સિંહ સૈની પણ ભાજપમાં જોડાઈ શકે છે. સપા નેતા જગદીશ સોનકર, સપા નેતા સુષ્મા પટેલ, ગુલાબ સરોજ અને પૂર્વ ધારાસભ્ય અંશુલ વર્મા પણ ભાજપમાં જોડાઈ શકે છે.

એનડીએનો પરિવાર વધી રહ્યો છે

18 જુલાઈના રોજ બીજેપીના નેતૃત્વમાં દિલ્હીમાં BJP Strategy એનડીએની બેઠક યોજાઈ હતી, જેમાં સત્તાધારી પાર્ટીએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આ બેઠકમાં 38 પક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક પહેલા ઓપી રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પા) અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એનડીએમાં સામેલ થઈ ગઈ હતી.

વિરોધ પક્ષોનું મહાગઠબંધન

એક તરફ જ્યાં એનડીએમાં પાર્ટીઓની સંખ્યા વધી BJP Strategy રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ પણ મહાગઠબંધન કર્યું છે. આ જોડાણને ‘ભારત’ નામ આપવામાં આવ્યું છે. આમાં અત્યાર સુધીમાં 26 પાર્ટીઓ સામેલ છે. વિરોધ પક્ષોની આગામી બેઠક મુંબઈમાં બોલાવવામાં આવી છે. જ્યાં આ ગઠબંધનના સંયોજકના નામની જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Elon Musk Twitter/ મસ્ક ટવીટરને નવું નામ આપી શકે

આ પણ વાંચોઃ વરસાદ જ વરસાદ/સુરતના કુંભારીયામાં ખાડી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી, ત્રણ-ત્રણ ફોરવ્હીલ ફસાઈ ખાડામાં

આ પણ વાંચોઃ Gujarat Weather/ભારે વરસાદ બાદ અમદાવાદ એરપોર્ટમાં ઘૂંટણિયે સુધી ભરાયા પાણી, રનવે અને ટર્મિનલ પર ડૂબ્યા પાણીમાં

આ પણ વાંચોઃ ભારે વરસાદની આગાહી/ગુજરાતનાં આજે આ 6 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ

આ પણ વાંચોઃ Video/ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, જૂનાગઢ-નવસારીમાં પૂરની સ્થિતિ; ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા