Not Set/ વડોદરા/  પાદરામાં આવેલી ઓક્સીજન કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત

બ્લાસ્ટની ઘટનમાં પાંચ લોકોનો મોત ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા એમ્સ ઓક્સિજન કંપનીમાં થયો બ્લાસ્ટ વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી.  મૃતદેહ  અને ઘાયલોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા […]

Gujarat Vadodara
bhavnagar 1 વડોદરા/  પાદરામાં આવેલી ઓક્સીજન કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
  • બ્લાસ્ટની ઘટનમાં પાંચ લોકોનો મોત
  • ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા
  • એમ્સ ઓક્સિજન કંપનીમાં થયો બ્લાસ્ટ

વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી.  મૃતદેહ  અને ઘાયલોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા હાલ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ બ્લાસ્ટમાં 5 કામદારના મોત નીપજ્ય છે જયારે 15થી વધુ કામદાર ઘાયલ છે. હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ છે. આ બ્લાસ્ટ ની તીવ્રતા એટલી બધી હતી કે, 3 કિમી સુધી ભૂંકપ જેવો અનુભવ થયો હતો. તો સાથે સાથે ગામમાં ઘણા બધા ઘરોમાં બારીઓના કાચ પણ તૂટી ગયા છે. ભૂકંપની માફક ઘરમાં મુકેલા વાસણો પણ નીચેપડી ગયા હતા. જયારે કંપનીના પ્લાન્ટના પતરાની સિંલિગ પણ તૂટી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સવારે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તંત્રના કોઇ અધિકારીઓ કે, કંપનીના જવાબદાર અધિકારીઓ હજુ સુધી કંપનીમાં ફરક્યા નથી. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો અને ફાયર વિભાગનો  કાફલો ઘટના સ્થળે  દોડી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.