PM Visit/ માતા હીરાબાના 100મા જન્મદિવસે PM મોદીએ લીધા આશીર્વાદ, તેમના પગ ધોયા-લાડુ ખવડાવ્યા, જુઓ ફોટા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 17 જૂને અહીં પહોંચ્યા હતા. એક અઠવાડિયામાં પીએમ મોદીની આ બીજી ગુજરાત મુલાકાત છે. શનિવારે સવારે તેઓ તેમની માતા હીરાબાને મળવા ઘરે પહોંચ્યા હતા. પીએમ મોદીની માતાએ તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ જમીન પર બેસીને માતાના પગ ધોયા અને તેમના આશીર્વાદ લીધા હતા.

Trending Photo Gallery
હીરાબા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના માતા હીરાબા આજે 100મા વર્ષમાં પ્રવેશ્યા છે. પીએમ મોદી સવારે તેમને મળવા ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ જમીન પર બેસીને માતાના પગ ધોયા અને તમને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદી થોડો સમય ઘરે રહ્યા, ત્યારબાદ તેઓ ત્યાંથી બીજા કાર્યક્રમ માટે રવાના થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 17 જૂને અહીં પહોંચ્યા હતા. એક અઠવાડિયામાં મોદીની આ બીજી ગુજરાત મુલાકાત છે. અગાઉ તે 10 જૂને આવ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ડિસેમ્બરમાં યોજાવા જઈ રહી છે. અગાઉ માર્ચમાં પીએમ મોદી તેમની માતા હીરાબાને મળ્યા હતા. ત્યારે પણ તેઓ ગાંધીનગર સ્થિત તેમના ઘરે પહોંચી ગયા હતા. જ્યારે અગાઉ મા-દીકરાની મુલાકાત ઓક્ટોબર 2019માં થઈ હતી.

a 65 6 માતા હીરાબાના 100મા જન્મદિવસે PM મોદીએ લીધા આશીર્વાદ, તેમના પગ ધોયા-લાડુ ખવડાવ્યા, જુઓ ફોટા

પીએમ મોદીની માતાએ માર્ચમાં કોરોનાની રસી લીધી હતી

પીએમ મોદીના માતા હીરાબાના સમાચાર અવાર-નવાર મીડિયા અને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે. માર્ચમાં તેમણે કોરોના વેક્સિનનો પૂર્વ સાવચેતીનો ડોઝ લીધો હતો. ત્યારબાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “એ જણાવતા આનંદ થાય છે કે આજે મારી માતાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.” પીએમ મોદી માર્ચમાં તેમની માતા હીરાબાને પણ મળ્યા હતા. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પીએમ મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્યારે પણ તેઓ ગાંધીનગર સ્થિત તેમના ઘરે પહોંચી ગયા હતા. મોદીએ માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. ડિનર પણ સાથે કર્યું હતું. આ પછી પીએમ મોદીએ ગુજરાતમાં રોડ શો અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જ્યારે અગાઉ મા-દીકરાની મુલાકાત ઓક્ટોબર 2019માં થઈ હતી.

a 65 7 માતા હીરાબાના 100મા જન્મદિવસે PM મોદીએ લીધા આશીર્વાદ, તેમના પગ ધોયા-લાડુ ખવડાવ્યા, જુઓ ફોટા

વડાપ્રધાન મોદી શનિવારે સવારે લગભગ 6.30 વાગ્યે ગાંધીનગરમાં તેમના રાયસન ઘરે પહોંચ્યા હતા. તેઓ તેમની માતા સાથે અડધા કલાકથી વધુ સમય રહ્યા. પીએમ મોદી માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતાને લાડુ ખવડાવ્યા અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે માતાના પગ ધોયા અને પછી તેમના આશીર્વાદ લીધા.

a 65 8 માતા હીરાબાના 100મા જન્મદિવસે PM મોદીએ લીધા આશીર્વાદ, તેમના પગ ધોયા-લાડુ ખવડાવ્યા, જુઓ ફોટા

પીએમ મોદી માતા હીરાબા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને આવ્યા હતા. માતાએ પણ ગુલાબનો હાર પહેરાવ્યો હતો.

a 65 9 માતા હીરાબાના 100મા જન્મદિવસે PM મોદીએ લીધા આશીર્વાદ, તેમના પગ ધોયા-લાડુ ખવડાવ્યા, જુઓ ફોટા

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રાયસણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમના ઘરે રાયસણ ગામ તરફ જવાના રસ્તે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

a 65 10 માતા હીરાબાના 100મા જન્મદિવસે PM મોદીએ લીધા આશીર્વાદ, તેમના પગ ધોયા-લાડુ ખવડાવ્યા, જુઓ ફોટા

પીએમ મોદીની માતાના જન્મદિવસે જગન્નાથ મંદિરમાં ભંડારો રાખવામાં આવ્યો છે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના માતા હીરાબા શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યા છે. પરિવારને ભગવાન જગન્નાથ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ છે, તેથી તેમના માનમાં પૂજા, અર્ચના, દર્શન અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો:ગુજરાતના માછીમારોની આજીવિકા પર તોળાતું મોટું સંકટ, આવા છે કારણો

આ પણ વાંચો:500 વર્ષ બાદ આજે મહાકાળી મંદિરમાં PM મોદી ફરકાવશે ધ્વજ, સુલતાન મહમૂદે તોડી પાડ્યું હતું આ પ્રાચીન મંદિર

આ પણ વાંચો:૯૦% કિસ્સામાં ટ્રાફિક આવેરનેસ નહીં હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે : ભાવનગર એસપી