Not Set/ દિવાળી પહેલા ફુલગુલાબી ઠંડીનો ચમકારો, રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડી પારો ગગડ્યો

નવરાત્રિ પુરી થયા પછી ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીની સિઝનની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વખતે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવે ઠંડીની સિઝનની શરૂઆત થઈ ચુકી છે.

Top Stories Gujarat
ચાંગી 6 10 દિવાળી પહેલા ફુલગુલાબી ઠંડીનો ચમકારો, રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડી પારો ગગડ્યો

દિવાળી પહેલા જ અમદાવાદ સહિત રાજ્યામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.  ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસરોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

  • વાતાવરણમાં રેડિએટિવ કુલિંગની અસરથી વધી ઠંડી
  • અમદાવાદનું તાપમાન રેકોર્ડબ્રેક ગગડ્યું

સામાન્ય રીતે નવરાત્રિ પુરી થયા પછી ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીની સિઝનની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વખતે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવે ઠંડીની સિઝનની શરૂઆત થઈ ચુકી છે. હવામાન વિભાગના આંકડાઓની વાત કરીએ તો છેલ્લાં નવ વર્ષમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન રેકોર્ડ બ્રેક ગગડ્યું છે. અમદાવાદમાં સૌથી લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ, હવે અમદાવાદ સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસરોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

  • દિવાળી બાદ ઠંડીમાં ક્રમશ: વધારો
  • રોડ રસ્તા પર સવારે ધુમ્મસનું સામ્રાજ્ય
  • હાઇવે પર રસ્તાની વિઝિબિલિટીને અસર

અમદાવાદમાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યનાં 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની વકી હવામાન વિભાગે કરી છે. તો બીજી બાજુ ઠંડીની લોકો મજા માણતા પણ જોવા મળી રહ્યાં છે. તેમજ સવારમાં વેજીટેબલ અને ફ્રુટના જ્યુસની પણ મજા મણતા જોવા મળી રહ્યા છે.

National / સરકારે કચરામાંથી આવી રીતે 40 કરોડની કરી કમાણી

National / ભારતીય વેક્સીનનો પાવર, વધુ 5 દેશે આપી માન્યતા, હવે 35 દેશોમાં મુસાફરી કરવી સરળ છે

મોટી સફળતા / દેશની 78 ટકા વસ્તીને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો

સાવધાન! / ઓનલાઈન ગેમ તીન પત્તીના વ્યસનમાં ગુમાવ્યા રૂ. 10 લાખ અને અંતે ભર્યું આવું પગલું…