Amreli News/ અમરેલીમાં બોલેરો કાર તણાઈ, ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન

અમરેલીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. બાબરામાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. અને મોટાપાયા પર નુકસાની થઈ છે. બાબરાના ત્રબોડા ગામે બોલેરા કાર તણાઈ ગઈ હોવાનું કહેવાય છે. કારમાં ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન છે.

Gujarat Rajkot Others
Beginners guide to 2024 06 10T151000.693 અમરેલીમાં બોલેરો કાર તણાઈ, ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન

Amreli News: અમરેલીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. બાબરામાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. અને મોટાપાયા પર નુકસાની થઈ છે. બાબરાના ત્રબોડા ગામે બોલેરા કાર તણાઈ ગઈ હોવાનું કહેવાય છે. કારમાં ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન છે.

અગ્નિશામક દળના વિભાગને આ અંગે માહિતી આપતા તે તરત જ દોડી આવ્યું હતું અને ગુમ થયેલી કારની શોધખોળ આદરી છે. આ સમાચાર મળવાના પગલે મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બાબરાના ત્રબોડા ગામના સ્થાનિક ઓકળામાં બોલેરો ગાડી તણાઈ હતી. ત્રબોડા સુખાનથ મહાદેવ મંદિર નજીક સ્થાનિક ઓકળાના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ આવી હતી.

અગ્નિશાક દળના વિભાગ દ્વારા બોલેરો ગાડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે. બોલેરો ગાડીમાં ત્રણ થી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન છે. ફાયર વિભાગ ની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. હવે આ ગુમ થયેલી વ્યક્તિઓની શોધખોળ આદરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો