Not Set/ ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, સાયરા બાનુએ કબ્રસ્તાનમાં આપી અંતિમ સલામ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  દિલીપ કુમારના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જાણકારી આપી કે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે…

Top Stories Entertainment
A 88 ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, સાયરા બાનુએ કબ્રસ્તાનમાં આપી અંતિમ સલામ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધનથી બોલીવુડ અને તેમના ચાહકોમાં શોકનો માહોલ છે. તો તેમના પત્ની સાયરા બાનો તેમના નિધનથી તૂટી ગયા છે. આ મુશ્કેલ સમયમાં અનેક લોકો સાયરા બાનોને દિલાસો આપવા પહોંચી રહ્યા છે.

દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબી બીમારી બાદ મુંબઈની એક હૉસ્પિટલમાં બુધવારે તેમનું નિધન થયું છે. ફિલ્મ જગતમાં ટ્રેજડી કિંગના નામથી જાણીતા દિલીપ કુમાર મંગળવારથી હિન્દુજા હૉસ્પિટલમાં નોન-કોવિડ આઇસીયૂ વોર્ડમાં દાખલ હતા. દિલીપ કુમારના નિધનથી ફિલ્મ જગત સહિત દેશભરમાં શોકની લહેર છે. આજે સાંજે પાંચ વાગ્યે સાંતાક્રૂઝ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  દિલીપ કુમારના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જાણકારી આપી કે દિલીપ સાબના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે.

દિલિપ કુમારના ઘરની બહાર ચાહકોની પણ ભીડ જોવા મળી રહી છે.તકેદારીના ભાગરુપે મુંબઈ પોલીસનો મોટો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે.

દિલીપ કુમારના અંતિમ દર્શન પર બોલીવુડથી લઈને રાજનીતિ સાથે જોડાયેલી અનેક હસ્તિઓ પહોંચી રહી છે. આ બધાની તસવીરો પણ સામે આવી રહી છે. તો દિલીપ કુમારના અંતિમ દર્શન પર તેમના પત્ની સાયરા બાનોને જોઈ બધાની આંખમાં આંસુ આવી જાય છે. તેમના ચહેરા પર દુખ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. તેવામાં અંતિમ દર્શને આવતા લોકો તેમને હિંમત આવી રહ્યાં છે. શાહરૂખ ખાને પણ સાયરા બાનોને સંભાળવાનો પ્રયાસ કર્યો. તે સાયરા બાનોની બાજુમાં બેસી વાતો કરી રહ્યાં છે. આ તસવીરો લોકોને પણ ભાવુક કરી રહી છે.