World/ સોમાલિયામાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, 15ના મોત

સોમાલિયાના રેન્ડીયર ક્ષેત્રની રાજધાની બેલેડવેનમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. આત્મઘાતી હુમલાની જવાબદારી અલ-શબાબ ઉગ્રવાદી સંગઠને લીધી છે.

Top Stories World
સ 6 4 સોમાલિયામાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, 15ના મોત

સોમાલિયાની એક ભીડભાડવાળી રેસ્ટોરન્ટમાં એક આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકો ભરેલા જેકેટમાં આવ્યો હતો અને તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાંથી એક, વર્તમાન સંસદીય ચૂંટણીના ઉમેદવાર હતા. થલ-શબાબ આતંકવાદી સંગઠને આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. સોમાલિયાના રેન્ડીયર ક્ષેત્રની રાજધાની બેલેડવેનમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. આત્મઘાતી હુમલાની જવાબદારી અલ-શબાબ ઉગ્રવાદી સંગઠને લીધી છે.

મળતી માહિતી મુજબ, બેલેડવેનમાં ભીડભાડવાળી રેસ્ટોરન્ટમાં લંચ દરમિયાન એક આત્મઘાતી બોમ્બર વિસ્ફોટથી ભરેલા જેકેટમાં પહોંચ્યો હતો અને તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

પોલીસ પ્રવક્તા દિની રોબલ અહેમદે માહિતી આપી છે કે મૃતકોમાં મોટાભાગના નાગરિકો છે. આ સિવાય 20 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. તેમણે એમ પણ કહ્યું કે બ્લાસ્ટમાં ભારે નુકસાન થયું છે. રેસ્ટોરન્ટમાં આત્મઘાતી બોમ્બરના ગુનેગારો અન્ય કોઈ નહીં પરંતુ અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન અલ-શબાબના આતંકવાદીઓ છે. અલ-શબાબ આતંકવાદી સંગઠને આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે.

એક સ્થાનિક વડીલનું કહેવું છે કે તેણે હુમલા બાદ ઘાયલોને બચાવવામાં મદદ કરી હતી. તેણે સૈનિકો અને નાગરિકો સહિત સાત મૃતકોની ગણતરી કરી. લોકોનું કહેવું છે કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાંથી એક વર્તમાન સંસદીય ચૂંટણીનો ઉમેદવાર હતો.

તમને જણાવી દઈએ કે અલ-શબાબ આતંકવાદી સંગઠન ભૂતકાળમાં સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલાઓ કરતું રહ્યું છે. બુધવાર, 16 ફેબ્રુઆરીના રોજ, સોમાલિયાની રાજધાનીની બહારના વિસ્તારમાં એક હુમલો થયો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા.

અલ-કાયદા સાથે જોડાયેલ સંગઠન અલ-શબાબ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં હુમલાઓ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ ચેતવણી આપી હતી કે જૂથ સોમાલિયાની વર્તમાન ચૂંટણી સંકટનો લાભ લઈને વધુ હુમલાઓ શરૂ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે અહીં સંસદીય ચૂંટણી 1 નવેમ્બરથી શરૂ થઈ હતી અને શરૂઆતમાં 24 ડિસેમ્બરે પૂરી થવાની હતી, પરંતુ વિલંબને કારણે તે 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થવા જઈ રહી છે. સોમાલિયાની ચૂંટણી પ્રક્રિયા હેઠળ, કુળના વડીલો સહિતના પ્રતિનિધિઓ, નીચલા ગૃહના સભ્યોને પસંદ કરે છે, જેઓ નક્કી થવાની તારીખે નવા પ્રમુખની પસંદગી કરશે.

વડોદરા / 30 વર્ષ બાદ ફરી MBBS કોર્સમાં એડમિશનની માંગણી, હાઈકોર્ટે પૂછ્યું- આ ઉંમરે ઈન્ટર્નશિપ કરી શકશો ?

એકતાનગર / નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, જાણો કેટલો છે ચાર્જ ?

National / પંજાબ ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આપ્યો આદેશ