Ahmedabad/ વેજલપુરમાં કિચનમાંથી મળ્યો બોયફ્રેન્ડનો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

બીબીસાના મોત અગાઉ નેન્સીએ તેના આ ખાસ દોસ્ત માટે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મૃતક બીબીસાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે બીબીસાને આ બાબતે

Ahmedabad Gujarat
Ahmedabad Crime News

રવિ ભાવસાર (ક્રાઈમ રિપોર્ટર)

Ahmedabad Crime News: વેજલપુરના શ્રીનંદનગરમાં સ્પા કરતી બે સગી બહેનોના ફ્લેટના કીચનમાંથી ત્રિપુરાના યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ 45 દિવસ અગાઉ મળી હતી. યુવકના પિતાને આ સમાચારની જાણ થતા હત્યા થયાની આશંકામાં બે સગી બહેનો વિરૂધ્ધ કેસ કર્યો હતો. ત્રિપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વેજલપુર પોલીસને આ મામલો સોંપવામાં આવ્યો હતો.

ઘટના શું હતી?

મૂળ ત્રિપુરાનો રહેવાસી બીબીસા અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી રહેતો હતો. બીબીસા સ્પામાં હાઉસકીપર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. 23 જૂને બીબીસાની લાશ તેની ગર્લ ફ્રેન્ડ નેન્સીના શ્રી નંદનગર ખાતે આવેલા ભાડાના ફ્લેટના કિચનમાંથી ગળાફાંસો ખાઈ હાલતમાં લટકતી મળી હતી. મૃતક બીબીસાના પિતાને જાણકારી મળી કે, તેઓનો પુત્ર નેન્સીને પ્રેમ કરતો હતો. બન્ને ગાઢ મિત્રો હતા. જોકે નેન્સી છેલ્લા કેટલાક સમયથી ધનાઢય મુસ્લિમ પરિવારના નબીરાના પ્રેમમાં હતી.

બીબીસાના મોત અગાઉ નેન્સીએ તેના આ ખાસ દોસ્ત માટે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મૃતક બીબીસાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે બીબીસાને આ બાબતે જાણકારી મળતા તે નેન્સીના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે બન્ને વચ્ચે દલીલો અને તકરાર થઈ હતી. બીજા દિવસે સવારે નેન્સીના કિચનમાંથી બીબીસાનો લટકતો મૃતદેહ મળ્યો હતો. બીબીસાના મૃત્યુ બાદ નેન્સી, તેની બહેન કિમકિમ કે તેમના માતા પિતાએ યુવકના ઘરના પરિવારને કોઈ જાણ કરી નહતી. તેથી બીબીસાના પિતા લાલથાગલિયાનાએ ત્રિપુરા પોલીસ સમક્ષ પુત્ર બીબીસાની હત્યાની ફરિયાદ નેન્સી અને તેની બહેન કિમકિમ વિરૂધ્ધ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર બીબીસાની ડેડબોડી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હેગિંગથી મોત થયાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Single Use Plastic Ban/ 48 ટીમો દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકશે, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

આ પણ વાંચો: T20I Series/ T20 માં મેચની શક્યતા કેટલી? જાણો ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પ્રથમ T20 મેચનું હવામાન