Budget 2024/ બજેટ 2024 : વર્ષ 2017થી બજેટ રજૂ કરવાની પરંપરામાં થયો બદલાવ,  અગાઉ ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું હતું બજેટ

દેશમાં અંતરિમ બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ 2024 રજૂ કરશે.

Top Stories Business
YouTube Thumbnail 61 1 બજેટ 2024 : વર્ષ 2017થી બજેટ રજૂ કરવાની પરંપરામાં થયો બદલાવ,  અગાઉ ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું હતું બજેટ

દેશમાં અંતરિમ બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ 2024 રજૂ કરશે. વર્ષ 2024 એ ચૂંટણીનું વર્ષ છે. આવી સ્થિતિમાં આ વર્ષનું બજેટ વચગાળાનું બજેટ હશે. નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા હશે જેમણે વધુ વખત બજેટ રજૂ કર્યું છે. હાલમાં બજેટ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રજૂ થાય છે જે અગાઉ આ જ મહિનામાં છેલ્લા દિવસે રજૂ થતું હતું. વર્ષ 2017થી મોદીના શાસન દરમ્યાન બજેટ પરંપરામાં બદલાવ આવ્યો. મોદી સરકારે બજેટ સાથે જોડાયેલી આ જૂની પરંપરાને કેમ બદલી અમે તેનું કારણ જણાવીએ.

મોદી સરકારનો નિર્ણય

દર વર્ષે, નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલાં, કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકની વિગતો રજૂ કરે છે. આ પછી સરકાર આ બજેટને સંસદના બંને ગૃહોમાંથી પસાર કરાવે છે. દેશમાં બજેટની રજૂઆત બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ 1860માં શરૂ થઈ હતી. વર્ષ 2017 પહેલા દેશનું બજેટ ફેબ્રુઆરીના છેલ્લા મહિનામાં રજૂ કરવામાં આવતું હતું, પરંતુ તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ બજેટની 92 વર્ષ જૂની પરંપરામાં ફેરફાર કરીને તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી દર વર્ષે બજેટ 28 કે 29 ફેબ્રુઆરીને બદલે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે.

budget expectations real estate 2023 0 1200 1 બજેટ 2024 : વર્ષ 2017થી બજેટ રજૂ કરવાની પરંપરામાં થયો બદલાવ,  અગાઉ ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું હતું બજેટ

રેલ્વે બજેટની પરંપરા બદલી

નરેન્દ્ર મોદી સરકારમાં બજેટની ઘણી પરંપરાઓમાં ફેરફારો થયા છે . જેમાં રેલવે બજેટનો પણ સમાવેશ થાય છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળના પ્રથમ ત્રણ વર્ષમાં એક અલગ રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 2017માં તેને અટકાવી દેવામાં આવ્યું હતું. હવે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવે છે.

કેમ કર્યો બદલાવ ?

બજેટની પરંપરામાં ફેરફાર કરતાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવાથી સરકારને તેને અસરકારક બનાવવાનો સમય મળતો નથી. નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. આવી સ્થિતિમાં, સરકાર પાસે આ માટે વધુ સમય રહે તે માટે, બજેટની તારીખ 28મી ફેબ્રુઆરીથી બદલીને 1લી ફેબ્રુઆરી કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની થઈ જાહેરાત, 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

આ પણ વાંચો: વડોદરા: હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈન ઝડપાયો, અત્યાર સુધી 13 લોકોની કરાઈ ધરપકડ