Not Set/ બગસરા/ કમોસમી વરસાદ, ગુલાબી ઈયળ અને દીપડાનો ત્રાસ, ઉપરથી સરકારે પણ પડ્યા પર પાટુંની જેમ બજેટમાંથી બગસરા તાલુકાને રાખ્યો બાકાત

બગસરાના ખેડૂતો માટે કમોસમી વરસાદ, ગુલાબી ઈયળ અને દીપડાના ત્રાસ, અને ઉપરથી સરકારે પણ પડ્યા પર પાટુંની જેમ બજેટમાંથી બગસરા તાલુકાને બાકાત રાખ્યો છે. બગસરાના ખેડૂતો પર જાણે કુદરત જ નારાજ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે સૌ પ્રથમ કમોસમી વરસાદથી મગફળી કપાસમાં  નુકશાની આવી, જંગલી દીપડાના પોતાના ત્રાસે બગસરાના ખેડૂત પરિવારોમાં પોતાનો ભય […]

Gujarat
Farmer546 બગસરા/ કમોસમી વરસાદ, ગુલાબી ઈયળ અને દીપડાનો ત્રાસ, ઉપરથી સરકારે પણ પડ્યા પર પાટુંની જેમ બજેટમાંથી બગસરા તાલુકાને રાખ્યો બાકાત

બગસરાના ખેડૂતો માટે કમોસમી વરસાદ, ગુલાબી ઈયળ અને દીપડાના ત્રાસ, અને ઉપરથી સરકારે પણ પડ્યા પર પાટુંની જેમ બજેટમાંથી બગસરા તાલુકાને બાકાત રાખ્યો છે. બગસરાના ખેડૂતો પર જાણે કુદરત જ નારાજ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે સૌ પ્રથમ કમોસમી વરસાદથી મગફળી કપાસમાં  નુકશાની આવી, જંગલી દીપડાના પોતાના ત્રાસે બગસરાના ખેડૂત પરિવારોમાં પોતાનો ભય ફેલાવ્યો, ત્યારબાદ કમોસમી વરસાદથી બચેલા કપાસના પાકોમાં પણ ગુલાબી ઈયળો આવી ગઈ, અને જાણે આટલું હોય એમ કુદરતની સાથે સરકારે પણ બજેટમાંથી બગસરા તાલુકાને બાકાત રાખીને અહીંના ખેડૂતોની તકલીફમાં વધારો જ કર્યો છે, ત્યારે બગસરાના ખેડૂતોની સ્થિતિ જાણી મંતવ્ય ન્યુજે કરી રિયાલિટી ચેક.

કહેવાય છે કે જેને રામરાખે તેને કોણ ચાખે પરંતુ બગસરાના ખેડૂતોને પડયા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. કુદરત જ રુઠી ગયો હોઈ તેવા દ્રશ્યો બગસરાના ખેડૂતોના જણાઈ રહ્યા છે. કમોસમી વરસાદથી મગફળી કપાસમાં નુકશાની, જંગલી દીપડાના ત્રાસથી ખેડૂતોમાં ભય અને ઉપરાંત ભાંગ્યા તૂટયા બચેલા કપાસના પાકોમાં ગુલાબી ઈયળો  અને તેમાય સરકારના બજેટમાં પણ બગસરા તાલુકો બાકાત રહ્યો.

બગસરાના ખેડૂતોની સ્થિતિ ઉપર આભ નીચે જમીન જાયે તો જાયે કહા.. કુદરતજ રૂઠી ગયો છે ત્યારે દોષ કોને આપવો.મ ત્યારે બગસરાના ખેડૂતોની સ્થિતિ જાણી મંતવ્ય ન્યુજે કરી રિયાલિટી ચેક કરી હતી. ખેડૂતોની કપરી પરિસ્થિતિ જાણી સરકાર સુધી બગસરાના ખેડૂતોની વ્યથા પહોંચે તેવા કર્યા પ્રયાસ હાથ ધર્યા છે. તો ચાલો જોઈએ બગસરાના ખેડૂતોની વ્યથા…

બગસરા.. જ્યાં પહેલા વરસાદ પડ્યો નહીં અને પડયો તો એવો પડ્યો કે લીલો દુષ્કાળ સર્જી દીધો. બગસરાના ખેડૂતો દીપડાના ભય હેઠળ ખેતીકામ કરતા ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિઓ સર્જાઈ  છે જયાં કમોસમી વરસાદથી મગફળી અને કપાસમાં નુકશાની તો  બચેલા પાકોમાં લાલ ઈયલોના સામ્રાજ્ય થી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે.

ખૂબ વરસાદ પડવાથી મગફળી નષ્ટ થઈ ગઈ અને પશુને ખાવાનું  નિરણ પણ નષ્ટ થઈ ગઈ ત્યારે બચ્યા કપાસમાં બે મણ કપાસ ઉતરે તેવી સ્થિતિ નથી,  ત્યાં ગુલાબી ઈયળો આવી…  સરકારે રાહત પેકેજ જાહેર કર્યું તેમાં બગસરા તાલુકાનું નામજ નથી

આ રીતે ખેડૂતોની પરિસ્થિતિ છે જેમાં કુદરત રુઠયો છે દોષ કોને આપવો…? માનવભક્ષી દીપડા છે રાત્રીના ખેતર પાણી વાળતા હોઈ ત્યારે સર્પ ના માર્યા સિંધરી થી ડરીએ અને કૂતરું નીકળે તો લાગે દીપડો છે તેવી સ્થિતિમા ખેડૂતો ખેતીકામ કરી રહયા છે..

ત્યારે બગસરાના ખેડૂતો ની આ પરિસ્થિરી હોવા છતાં આજદિન સુધી કોઈ અધિકારી કે કર્મચારી એ ખેડૂતોની ખબર સુદ્ધા પૂછી નથી બગસરાના ખેડૂતો ઉપર આભ નીચે જમીન ની છાવમાં જીવી રહયા છે. બગસરાના ખેડૂતોનું થશે શુ તે આવનારો સમય બતાવશે…!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.