Government jobs/ યુવાનો માટે ગુડ ન્યૂઝ! RBIમાં નોકરી કરવાની સુવર્ણ તક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં નોકરી કરવા લોકો માટે એક સુવર્ણ તક છે.

Education Trending
Web Story 25 યુવાનો માટે ગુડ ન્યૂઝ! RBIમાં નોકરી કરવાની સુવર્ણ તક

નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટા સમાચાર આવ્યા છે. જો તમે પણ ગ્રેજ્યુએશન કર્યું છે અને સરકારી નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં નોકરી કરવા લોકો માટે એક સુવર્ણ તક છે. આપને જણાવી દઈએ કે જે લોકો RBIમાં નોકરી કરવા માગે છે, ઓ તરત જ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જે 4 ઓક્ટોબર સુધી ચાલશે. RBI સહાયક માટે રજીસ્ટ્રેશન કરવા માટે RBIની સત્તાવાર વેબસાઇટ chances.rbi.org.in પર એપ્લાય કરી શકે છે. સાથે RBIએ કુલ 450 સહાયક પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે.

આ રીતે એપ્લાય કરો

જો તમારી ગ્રેજ્યુએશનમાં 50 ટકા માર્ક્સ છે અને તમે 1 સપ્ટેમ્બર, 2023 સુધીમાં કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ છો, તો આ તક ગુમાવશો નહીં. જ્યારે SC,ST અને PWD ઉમેદવારો માટે કોઈ લઘુત્તમ ગુણની જરૂર નથી. તે માત્ર ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. પૂર્વ સૈનિકોની વાત કરીએ તો, જો તેમની પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા 10મું અથવા તેનો ઓછામાં ઓછો 15 વર્ષનો સંરક્ષણ સેવાનો અનુભવ હોય, તો તેઓ પણ એપ્લાય કરી શકે છે.

આ કૌશલ્યો હોવું જરૂરી છે

કોઈ ચોક્કસ ભરતી કાર્યાલયમાં કોઈપણ પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવારોને તે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ઉપરાંત ભરતી કાર્યાલય જે રાજ્ય હેઠળ આવે છે તે રાજ્યની ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજી શકતા હોવા જોઈએ.

વય મર્યાદા

RBI આસિસ્ટન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવતા તમામ ઉમેદવારોની 1લી સપ્ટેમ્બરના રોજ લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષની હોવી જોઈએ. એટલે કે ઉમેદવારોનો જન્મ 2 સપ્ટેમ્બર 1995 પહેલા અને 1 સપ્ટેમ્બર 2003 સુધી થયો હતો. સાથે સરકારી નિયમો મુજબ, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પરીક્ષા બાદ સિલેક્શન કરવામાં આવશે

RBI સહાયક 2023ની ભરતી માટેની ઓનલાઈન પ્રીલિમ પરીક્ષા 21 અને 23 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા 2જી ડિસેમ્બરે યોજવામાં આવી શકે છે.

સિલેક્શન આ રીતે થશે

ઉમેદવારોનું સિલેક્શન પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને Language Proficiency Test (LPT) દ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે તમે RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો: Dumper Killed Youth/ અમદાવાદમાં ‘યમદૂત’ બન્યા હરતાફરતા ડમ્પર, યુવાનને કચડ્યો

આ પણ વાંચો: Israel/ ઈઝરાયલ અને ગાઝા બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન થયો વિસ્ફોટ: પાંચ લોકોના મોત

આ પણ વાંચો: Chemical Bottle Explosion/ રાજકોટમાં એક ઘરની અંદર કેમિકલની બોટલો ફૂટતા વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં