Not Set/ પાકિસ્તાનમાં જાતીય સતામણીનો વિરોધ કરનારા ટ્રાન્સજેન્ડરને સળગાવ્યો જીવતો

લાહોર પાકિસ્તાનમાં જાતીય સતામણીના પ્રયાસના વિરોધ કરનારા ટ્રાન્સજેન્ડરને ચાર લોકોએ ભેગા મળીને જીવતા સળગાવી દીધાના સમાચાર સામે આવ્યા છે. શનિવારે રાત્રે હોસ્પીટલમાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે લાહોરથી ૨૫૦ કિલોમીટર દૂર સાહિવાલ જીલ્લમાં ચાર આરોપી ટ્રાન્સજેન્ડરને એક સુમસાન જગ્યા પર લઇ ગયા. ત્યારબાદ તેની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કર્યો. જયારે ટ્રાન્સજેન્ડરે […]

World Trending
tt પાકિસ્તાનમાં જાતીય સતામણીનો વિરોધ કરનારા ટ્રાન્સજેન્ડરને સળગાવ્યો જીવતો

લાહોર

પાકિસ્તાનમાં જાતીય સતામણીના પ્રયાસના વિરોધ કરનારા ટ્રાન્સજેન્ડરને ચાર લોકોએ ભેગા મળીને જીવતા સળગાવી દીધાના સમાચાર સામે આવ્યા છે. શનિવારે રાત્રે હોસ્પીટલમાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે લાહોરથી ૨૫૦ કિલોમીટર દૂર સાહિવાલ જીલ્લમાં ચાર આરોપી ટ્રાન્સજેન્ડરને એક સુમસાન જગ્યા પર લઇ ગયા. ત્યારબાદ તેની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કર્યો. જયારે ટ્રાન્સજેન્ડરે તેનો વિરોધ કર્યો તો આ ચારેય જણાએ ગુસ્સે થઈને તેને જીવતો સળગાવી દીધો.

ટ્રાન્સજેન્ડરનું શરીર ૮૦ ટકા સળગી ગયું હતું જયારે તેને હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેણે દમ તોડ્યો હતો.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઉત્તર વિસ્તારમાં ટ્રાન્સજેન્ડર ઘણા અસલામત છે. પાકિસ્તાનની એક  માનવાધિકાર શાખાએ આ મામલાને તપાસવા માટેના આદેશ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી સમલૈંગિક સંબંધોને અપરાધ માનવાની IPCની ધારા ૩૭૭ના પ્રાવધાનમાં સુધારો કરવા માટેની માંગ ઉઠી રહી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે આ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો.

એક બાજુ કોર્ટનું કહેવું છે કે, રોક  લગાવવી એ બંધારણીય અધિકારોનું હનન છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ LGBT (લેસ્બિયન, ગે, બાઈ સેક્યુઅલ, ટ્રાન્સજેન્ડર) કોમ્યુનિટીના લોકો પણ આટલા જ અધિકારો છે. એક બીજા વ્યક્તિઓએ અધિકારોનું સન્માન કરવું જોઈએ”.

બીજી બાજુ સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિકતા મુદ્દે આપવામાં આવેલા ચુકાદા બાદ ઘણી જગ્યાએ LGBT કોમ્યુનિટીના લોકો ખુશી મનાવી રહ્યા છે જયારે આજે  પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સુરક્ષિત નથી.

દુનિયાભરના લોકોએ ભારતના આ ચુકાદાને ઐતિહાસિક ચુકાદો ગણાવ્યો હતો.