Not Set/ નોટબંધીના કારણે SBIના ૧૮,૧૩૫ ATM થયા બેકાર, એક RTI દ્વારા સામે આવ્યા આંકડા

નવી દિલ્હી, ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલી નોટબંધી બાદ દેશની સૌથી મોટી સરકારી બેંક અંગે એક ખુલાસો સામે આવ્યો છે. એક RTIના મળેલા જવાબ મુજબ, ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ૧૮,૧૩૫ ATM બે વર્ષ થયા બાદ પણ નવી નોટોને અનુરૂપ બનાવવામાં આવી શક્યા નથી. જો કે આ અવધિમાં બેંક દ્વારા ૨૨.૫૦ કરોડ રૂપિયા […]

Trending Business
sbi debit card green pin નોટબંધીના કારણે SBIના ૧૮,૧૩૫ ATM થયા બેકાર, એક RTI દ્વારા સામે આવ્યા આંકડા

નવી દિલ્હી,

૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલી નોટબંધી બાદ દેશની સૌથી મોટી સરકારી બેંક અંગે એક ખુલાસો સામે આવ્યો છે. એક RTIના મળેલા જવાબ મુજબ, ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ૧૮,૧૩૫ ATM બે વર્ષ થયા બાદ પણ નવી નોટોને અનુરૂપ બનાવવામાં આવી શક્યા નથી.

Width 819 × Heights 425 નોટબંધીના કારણે SBIના ૧૮,૧૩૫ ATM થયા બેકાર, એક RTI દ્વારા સામે આવ્યા આંકડા

જો કે આ અવધિમાં બેંક દ્વારા ૨૨.૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરીને ૪૧,૩૮૬ ATMને દેશમાં લાગુ કરવામાં આવેલી નવી મોતોને અનુરૂપ બનાવી લેવામાં આવી છે.

મધ્યપ્રદેશના નીમચના નિવાસી અને સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડ દ્વારા કરાયેલી એક RTI (રાઈટ ટુ ઇન્ફર્મેશન)ના જવાબમાં આ જાણકારી બહાર આવી છે.

ચંદ્રશેખર ગૌડ દ્વારા કરાયેલી RTIમાં SBIને પૂછવામાં આવ્યું હતું કે, બેંક દ્વારા કેટલા ATM અત્યારસુધીમાં ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી નોટોને અનુરૂપ બનાવવામાં આવી છે.

717981 717586 sbi reuters 1 નોટબંધીના કારણે SBIના ૧૮,૧૩૫ ATM થયા બેકાર, એક RTI દ્વારા સામે આવ્યા આંકડા

SBI દ્વારા RTIના જવાબમાં કહેવામાં આવ્યું, “અત્યારસુધીમાં બેંક દ્વારા ૫૯,૫૨૧ માંથી ૪૧,૩૮૬ ATMને રિકેલીબ્રેટ કરવામાં આવી ચુક્યા છે અને આં કામ પર અત્યારસુધીમાં આ કામ માટે ૨૨.૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે.

SBIના આ જવાબથી આ સ્પષ્ટ છે કે, હાલમાં તેઓના ૧૮,૧૩૫ ATM ગ્રાહકો નવી નોટો લેવા માટે લાયક બની શક્યા નથી.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૬માં અચાનક જ ચલણમાંથી ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટો બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા અત્યારસુધીમાં ૨૦૦૦, ૫૦૦, ૨૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરી છે.