Not Set/ પાંચ રાજ્યની ચૂંટણી પૂરી થતાં હવે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર રૂ. 2 સુધી વધી શકે છે એક્સસાઇઝ ડ્યૂટી

અમદાવાદ: દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો આવી શકે છે. CNBC આવાજે પોતાને મળેલી માહિતી અનુસાર પ્રસિદ્ધ કરેલ અહેવાલ મુજબ, આગામી બે થી ત્રણ દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર બે […]

Top Stories India Trending Business
After the completion of five state elections, excise duty of petrol and diesel will be increased up to Rs. 2

અમદાવાદ: દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો આવી શકે છે.

CNBC આવાજે પોતાને મળેલી માહિતી અનુસાર પ્રસિદ્ધ કરેલ અહેવાલ મુજબ, આગામી બે થી ત્રણ દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર બે રૂપિયા સુધીનો એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર માસમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવા માટે સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર એક રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

 

એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો થઈ શકે છે

– પેટ્રોલ-ડીઝલ પરની ડ્યૂટી વધારવા અંગે સરકારમાં પર સહમતિ સધાઈ

– તા. 4 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 13.10 રૂપિયા પ્રતિ લિટર જેટલો ઘટાડો થયો

– 4 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 9.90 રૂપિયા પ્રતિ લિટર જેટલો ઘટાડો થયો

– છેલ્લા 11 મહિનાના નીચલા સ્તરે પેટ્રોલ-ડીઝલની કિંમતો

– કાચા તેલમાં થયેલો ઘટાડો, રૂપિયામાં મજબૂતી આવતા ભાવ ઘટ્યા

– કાચું તેલ ઇન્ટરનેશનલ માર્કેટમાં એક વર્ષના સૌથી નીચલા સ્તરે

 

હાલ પેટ્રોલ-ડીઝલ પર કેટલી એક્સાઇઝ ડ્યૂટી છે?

કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ પર પ્રતિ લિટર 18.48 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 14.33 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે. આ પછી તે રકમ પર વેટ લાગે છે, જેના દર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે.

ક્રૂડના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં આવેલી તેજીથી થયેલા સતત કાપના કારણે આ સપ્તાહના પ્રારંભમાં મુંબઈમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટરથી નીચે આવી ચૂકી છે.

 

કેન્દ્ર સરકારે ગત ઓક્ટોબરમાં ઘટાડી હતી એક્સાઇઝ ડ્યૂટી

આશરે બે મહિના અગાઉ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ 86.74 ડોલર પ્રતિ બેરલના સ્તરે હતું. ઓક્ટોબરના પ્રારંભમાં તેલની કિંમત 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી, તે સમયે બધે જ ચિંતા વધતી જઈ રહી હતી.

ભારતની બીજેપી સરકારનું માનવું હતું કે, તેલ કિંમતોમાં આ તેજી થોડાક સમય માટે જ છે. પરંતુ આમ છતાં દેશની જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહેલી મુશ્કેલીને જોઈને કેન્દ્ર સરકાર દ્વારા ગત તા. 4 ઓક્ટોબરના રોજ ફ્યૂલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.