Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં થઇ રહ્યો છે સતત વધારો, 3 હજાર લોકોનાં થયા મોત

શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19 થી મુંબઇમાં 58 લોકો સહિત 120 વધુ દર્દીઓનાં મોત સાથે, રોગચાળાથી મૃત્યુની સંખ્યા 2,969 પર પહોંચી ગઈ છે, જ્યારે 2,739 નવા કેસ નોંધાયા બાદ ચેપનો કુલ આંક 82,968 પર પહોંચી ગયો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. સત્તાવાર નિવેદન મુજબ મહારાષ્ટ્રમાં કોવિડ-19 નાં દર્દીઓની રિકવરીનો દર 45.06 ટકા છે અને […]

India
2ae24ebb6c61da46f11465213bb138c4 મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં થઇ રહ્યો છે સતત વધારો, 3 હજાર લોકોનાં થયા મોત
2ae24ebb6c61da46f11465213bb138c4 મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં થઇ રહ્યો છે સતત વધારો, 3 હજાર લોકોનાં થયા મોત

શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19 થી મુંબઇમાં 58 લોકો સહિત 120 વધુ દર્દીઓનાં મોત સાથે, રોગચાળાથી મૃત્યુની સંખ્યા 2,969 પર પહોંચી ગઈ છે, જ્યારે 2,739 નવા કેસ નોંધાયા બાદ ચેપનો કુલ આંક 82,968 પર પહોંચી ગયો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. સત્તાવાર નિવેદન મુજબ મહારાષ્ટ્રમાં કોવિડ-19 નાં દર્દીઓની રિકવરીનો દર 45.06 ટકા છે અને મૃત્યુ દર 3.57 ટકા છે.

વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, એક દિવસમાં 2,234 દર્દીઓ સ્વસ્થ થયા પછી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. આ રોગથી અત્યાર સુધીમાં 37,390 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં રાજ્યમાં 42,609 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 5,37,124 ટેસ્ટિંગ કરવામાં આવેલ છે. રાજ્યમાં કોવિડ-19 નાં કુલ 82,968 કેસોમાંથી, મુંબઇમાં 47,354 કેસ છે અને શહેરમાં 1,577 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એક તરફ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સરકાર હવે ધીમે ધીમે લોકડાઉનમાં રાહત આપવાનુ કામ કરી રહી છે. ત્યારે જોવાનુ રહેશે કે આ નિર્ણયથી આવતા સમયમાં શું પરિણામ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.