Not Set/ દિલ્હી-એનસીઆર માં આવનારા દિવસોમાં ભયાનક ભૂકંપ આવવાની એક્સપર્ટે આપી ચેતવણી

2020 નું વર્ષ સમગ્ર માનવજાત માટે એક મોટો પડકાર લઇને આવ્યું છે. આજે એક એવો સમય છે જ્યારે લોકો ઘણી બધી મુસિબતોથી ઘેરાયેલા દેખાઇ રહ્યા છે. અહી વાત કોરોના વાયરસની સાથે અન્ય આવી રહેલી કુદરતી આપદાની થઇ રહી છે. જી હા કોરોના વાયરસ રોગચાળાનાં ભય વચ્ચે, ભૂકંપ અને તોફાનોએ દેશની જનતા સામે એક મોટો પડકાર […]

India
0ee9f83abddb9f6748f0231494190ed2 દિલ્હી-એનસીઆર માં આવનારા દિવસોમાં ભયાનક ભૂકંપ આવવાની એક્સપર્ટે આપી ચેતવણી
0ee9f83abddb9f6748f0231494190ed2 દિલ્હી-એનસીઆર માં આવનારા દિવસોમાં ભયાનક ભૂકંપ આવવાની એક્સપર્ટે આપી ચેતવણી

2020 નું વર્ષ સમગ્ર માનવજાત માટે એક મોટો પડકાર લઇને આવ્યું છે. આજે એક એવો સમય છે જ્યારે લોકો ઘણી બધી મુસિબતોથી ઘેરાયેલા દેખાઇ રહ્યા છે. અહી વાત કોરોના વાયરસની સાથે અન્ય આવી રહેલી કુદરતી આપદાની થઇ રહી છે. જી હા કોરોના વાયરસ રોગચાળાનાં ભય વચ્ચે, ભૂકંપ અને તોફાનોએ દેશની જનતા સામે એક મોટો પડકાર ઉભો કરી દીધો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી અને ઉત્તર ભારતમાં ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા છે. આ વચ્ચે હવે ભૂકંપને લઇને નિષ્ણાંતોએ જે કહ્યુ છે તે ખરેખર ચિંતાજનક છે.

આપને જણાવી દઇએ કે, છેલ્લા 60 દિવસમાં દિલ્હી-એનસીઆરમાં 14 વખત ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. તાજેતરમાં સોમવારે ભૂંકપ આવ્યો જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 ની માપવામાં આવી, જણાવી દઈએ કે 29 મે, 2020 નાં રોજ સૌથી વધુ 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પુનરાવર્તિત ભૂકંપ વિશે નિષ્ણાંતોએ હવે ચેતવણી આપી છે. નિષ્ણાતો માને છે કે, દિલ્હીમાં વારંવાર ભુકંપ આવે તે પાછળનું કારણ દિલ્હી-એનસીઆરનો ફોલ્ટ છે જે આ સમયે સક્રિય છે. નિષ્ણાંતોનાં મતે, આ ફોલ્ટનાં કારણે, દિલ્હી-એનસીઆરમાં 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે, જે એકદમ વિનાશક સાબિત થઈ શકે છે. આ ચિંતાજનક પણ છે કારણ કે ભૂકંપની આગાહી કરવી શક્ય નથી.

એનસીએસ (નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી) નાં રેકોર્ડ્સ અનુસાર, વર્ષ 1700 થી અત્યાર સુધી દિલ્હી એનસીઆર ફોલ્ટમાં રિક્ટર સ્કેલ પર 4 થી 6 કે તેથી વધુ તીવ્રતાનાં ભૂકંપ આવ્યા છે. ફોલ્ટ સક્રિય હોવાના કારણે, 27 ઓગસ્ટ 1960 માં 6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર હરિયાણાનાં ફરીદાબાદ શહેર હતું. વળી વર્ષ 1803 માં 6.8 ની તીવ્રતા સાથે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, જેનું કેન્દ્ર ઉત્તર પ્રદેશનાં મથુરામાં હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.