Not Set/ કોંગ્રેસ નેતાએ પૂરી કરી જીવનની હાફ સેન્ચુરી, શહીદોનાં સન્માનમાં નહી ઉજવે જન્મ દિવસ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખની ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોનાં સન્માનમાં આ વખતે પોતાનો 50 મો જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. પક્ષનાં સુત્રોનાં જણાવ્યાં અનુસાર રાહુલ ગાંધીની ઈચ્છા મુજબ પાર્ટી હાઈકમાન્ડે તમામ રાજ્ય, જિલ્લા અને બ્લોક એકમોને 19 જૂનનાં રોજ કોંગ્રેસનાં નેતા અને કાર્યકર રાહુલ ગાંધીનાં જન્મદિવસ પર કેક ન કાપવા અને સુત્રોચ્ચાર […]

India
31ab564c452c6ec54b051cdc411d0f19 કોંગ્રેસ નેતાએ પૂરી કરી જીવનની હાફ સેન્ચુરી, શહીદોનાં સન્માનમાં નહી ઉજવે જન્મ દિવસ
31ab564c452c6ec54b051cdc411d0f19 કોંગ્રેસ નેતાએ પૂરી કરી જીવનની હાફ સેન્ચુરી, શહીદોનાં સન્માનમાં નહી ઉજવે જન્મ દિવસ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખની ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોનાં સન્માનમાં આ વખતે પોતાનો 50 મો જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. પક્ષનાં સુત્રોનાં જણાવ્યાં અનુસાર રાહુલ ગાંધીની ઈચ્છા મુજબ પાર્ટી હાઈકમાન્ડે તમામ રાજ્ય, જિલ્લા અને બ્લોક એકમોને 19 જૂનનાં રોજ કોંગ્રેસનાં નેતા અને કાર્યકર રાહુલ ગાંધીનાં જન્મદિવસ પર કેક ન કાપવા અને સુત્રોચ્ચાર નહી કરવા સૂચના આપી છે.

કોંગ્રેસનાં એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીનાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા પ્રદેશ પ્રમુખો, પ્રભારી, ધારાસભ્ય નેતાઓ, પક્ષનાં મોરચાનાં સંગઠનો અને વિભાગોને મોકલવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે નેતાઓ અને કાર્યકરો ગલવાન ખીણમાં શહીદ થયેલા જવાનોનાં સન્માનમાં બે મિનિટ મૌન રાખશે. આ સાથે પાર્ટીએ એમ પણ કહ્યું હતું કે કોરોના સંકટને લીધે પીડાતા ગરીબોને મહત્તમ સહાય પૂરી પાડવી જોઈએ.

મહત્વનું છે કે, શુક્રવારે રાહુલ ગાંધી 50 વર્ષનાં થયા છે. પૂર્વ વડા પ્રધાન સ્વ.રાજીવ ગાંધી અને હાલનાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં પુત્ર રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970 નાં રોજ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.